Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી સરકાર એક્શન મોડમાં છે, આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પ્રજાલક્ષી કહી શકાય તેવો એક મહત્વનો નિર્ણય કરાયો છે કે, તમામ મંત્રીઓ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવાર ગાંધીનગરમાં હાજર રહેવું પડશે. સોમવાર અને મંગળવાર પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે સમય આપવો પડશે. જેથી કરીને દુર શહેર જિલ્લાઓમાંથી આવતા અરજદારોને ધરમ ધક્કો થશે નહિ. મંત્રીઓની સાથે અધિકારીઓએ પણ હવે હાજર રહેવું પડશે. આ ઉપરાંત કોઈ ધારાસભ્ય સોમવાર અને મંગળવાર અધિકારીની મુલાકાતે જશે તો તેઓ બહાર બેસી રહેશે નહિ, પોતાના કામ માટે સીધા જ અંદર જઈ શકશે. તેમના પ્રશ્નોને સાંભળવામાં આવશે. અને આ અંગેની જરૂરી સ્પષ્ટ સૂચનાઓ અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા આજે કેબીનેટ બેઠકમાં આપવામાં આવી હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.