mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસો થી યોગ્ય ધારાધોરણ વિના પાણીપુરીનું વેચાણ કરતાં પાણીપુરી ની લારીઓવાળા પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે..ત્યારે આ મામલે આજે ગુજરાત ના નાયબ મુખ્યપ્રધાન નીતિનપટેલ પણ પાણીપુરીને મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી..
નીતિન પટેલ એ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પાણીપુરીવાળા ઉપર પ્રતિબંધની કોઈ વાત નથી લારી-ગલ્લાવાળા નાના-ધંધાર્થીઓને પાણીપુરીથી પોતાની રોજગારી મેળવે છે,અને નાસ્તો કરવા માટે મધ્યમ વર્ગના પરિવારો લારી-ગલ્લાવાળાને ત્યાં જતા હોય છે ત્યારે પાણીપુરીવાળા ઉપર પ્રતિબંધનો કોઈ ફતવો નથી,પરંતુ ચોમાસાની સીઝનમાં રોગચાળા ફાટી નીકળે નહી તે બાબતનું ધ્યાન રાખીને રાજ્યની તમામ મહાનગરપાલિકા અખાદ્ય જથ્થાનો નાશ કરવા માટે કાર્યવાહી કરતી હોય છે,અને પાણીપુરીની લારીવાળાઓ ને ત્યાં જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને કાર્યવાહી રાજ્યની મહાનગરપાલિકા દ્વારા કરતી હોય તેવું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે એક નિવેદનમાં અંતે જણાવ્યું હતું