mysamachar.in-રાજકોટ:
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાથી પોલીસે જાલીનોટ છાપી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યા બાદ આ મામલો હજૂ તો તાજો જ છે,ત્યા જ બે દિવસ પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જાલીનોટના વધુ એક રેકેટનો પર્દાફાશ કરતાં તેના તાર અમદાવાદ સુધી ફેલાયેલા હોય પોલીસએ તે દિશામાં પણ તપાસ હાથ ધરતા અંતે રાજકોટ એસઑજીને સફળતા મળી છે,
અને જે જગ્યા પર જાલીનોટનું છાપકામ ચાલી રહયું હતું ત્યાજ દરોડો પાડીને બે શખ્સોને ૩ લાખની જાલીનોટ સાથે ઝડપી વધુ એક જાલીનોટના રેકેટનો પર્દાફાશ કર્યો છે, બે દિવસ પૂર્વે જાલીનોટ સાથે ઝડ્પાયેલ ધોરાજી પંથકના સામાન્ય પરિવારના પાંચ શખ્શો જતીન વાઘેલા,સાગર ઉર્ફે નુરી પરમાર,વિમલ સોલંકી,સંજય ચૌહાણ અને ચિંતન રાવલ લાલચમાં આવીને રાતોરાત પૈસાવાળા થવા માટે અડધા ભાવે એટ્લે કે ૫૦ ટકામાં જાલીનોટો આમદવાદથી લાવ્યાની રિમાન્ડ દરમ્યાન કબુલાત આપતા પોલીસે અમદાવાદ સુધી છેલ્લા બે દિવસથી તપાસ હાથ ધરી હતી,
એસઑજીએ તપાસ દરમ્યાન અમદાવાદનાં મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા માટે અતિ ગુત્પરાહે દરોડા પાડવામાં આવતા અમદાવાદનાં સી.જી.રોડ નજીક આવેલ રૂપા એપાર્ટમેંટમાં પહેલા માળે રહેતો હિમાંશુ ઝવેરી અને તેનો સાગરીત અમરીશ પટેલને કલર પ્રિન્ટરમાં ભારતીય બનાવટની જાલીનોટનું છાપવાનું કામ ચાલતું હોય જાલીનોટના ચાલુ છાપકામે ઝડપી લેવામાં આવ્યા છે,
પોલીસને દરોડા દરમ્યાન ૨૦૦૦ના દરની ૧૨૫ જાલીનોટ કિમત ૨.૫૦ લાખ તેમજ ૫૦૦ના દરની ૧૦૦ નોટ કિમત ૫૦ હજાર મળીને કુલ ૩ લાખની જાલીનોટ.તથા કોમ્પ્યુટર,કલર પ્રિન્ટર સહિતની ૫૩૮૦ કિમતની સાધન સામગ્રી જપ્ત કરીને બન્ને શખ્શોની ધરપકડ કરી રાજકોટ લઈ આવ્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે
એસ.ઑ.જી.ની પ્રાથમિક પૂછપરછમા આ શખ્શો અડધા ભાવે જાલીનોટોનું વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. પણ પોલીસને આટલી માહિતીથી સંતોષ નથી અને પોલીસ ઝડ્પાયેલ શખ્સોના રિમાન્ડ મેળવી જાલીનોટના રેકેટના મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલા છે તેની પણ તપાસ કરશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.