mysamachar.in-ભાર્ગવી જોશી-જૂનાગઢ
ગરવા ગિરનારની લીલી પરિક્રમા નું દરવર્ષ એક અનેરું મહત્વ રહેલું છે,અને આ લીલી પરિક્રમામાં ના માત્ર ગુજરાત પણ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં ભાવિકોનો ધસારો અહી જોવા મળતો હોય છે,આવતીકાલથી પરિક્રમા શરૂ થવા પહેલા જ લાખો લોકો જુનાગઢ ખાતે પહોચી રહ્યા છે,એવામાં રેલ્વે તંત્રની ગંભીર કહી શકાય તેવી બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે,
ધારી થી જૂનાગઢ આવતી ટ્રેન કે જેના પર સેંકડો યાત્રીઓ ટ્રેન પર બેસીને આવા રહ્યા છે..યુવાનો જ નહીં બાળકો અને મહિલાઓ પણ આ ટ્રેન પર બેસીને મુસાફરી કરતી નજરે જોઈ શકાય છે.આશરે 100 કિમી જેટલા અંતરે થી ત્રણ પાર આવેલા આ લોકો ને રોકનાર કોઈ જ નથી.એટલું જ નહીં જયારે આ લોકો ટ્રેન પરથી ઉતર્યા ત્યારે જે દ્રશ્ય જોઈએ તો ખ્યાલ આવે કે લોકો કેટલું જાન નું જોખમ ઉઠાવી રહ્યા છે,છતાં પણ તંત્ર ચુપ છે,કે મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે,
જયારે આ અંગે રેલવે સ્ટેશન માસ્ટર અને રેલ પ્રબન્ધક એ એન ભાર્ગવની આ મામલે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે પરિક્રમા અને શિવરાત્રીમા યાત્રીઓની સંખ્યા વધુ હોય છે ટ્રેન માં વધુ કોચ મુક્વા છતાં યાત્રીઓ ટ્રેન પર બેસે છે અને જોખમી મુસાફરી કરે છે..અમે તેને રોકવાના પ્રયાસો કરીએ છીએ પણ યાત્રિકોના માનતા હોવાનો રાગાલાપ રેલવેના અધિકારી એ આપ્યો હતો,
આમ એક તરફ આપણા દેશમાં બુલેટ ટ્રેનનો સ્વપ્ન વચ્ચે જો નેતાઓ જૂનાગઢ આવતી આ ટ્રેનો ની હાલત જુએ તો ખબર પડે કે દેશમાં યાત્રીઓની સ્થતિ શું છે ??? યાત્રીઓ ટ્રેન પર બેસીને જોખમી મુસાફરી કરવા મજબુર થયા છે,
ખરેખર કોચ વધારવા છતાં પણ યાત્રીઓની બેસવાની જગ્યા મળતી નથી કે પછી કોઈ બીજું કારણ…પણ જે કાઈ હોય તંત્ર એ ટ્રેનની આ જોખમી મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવ જાય તે પૂર્વે કોઈ નક્કર પગલા ભરવા જોઈએ તેવું પણ જાણકારો મા ચર્ચાઈ રહ્યું છે.