• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

એક તરફ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ અને બીજી તરફ વધુ વરસાદની આગાહી !

My Samachar by My Samachar
July 19, 2023
in ગીર સોમનાથ
Reading Time: 1 min read
A A
એક તરફ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ અને બીજી તરફ વધુ વરસાદની આગાહી !
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગીર સોમનાથ

નજીકનાં ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં જયારે વાવાઝોડાની દહેશત હતી ત્યારે અને કચ્છમાં વાવાઝોડું ફૂંકાયું ત્યારે સૌને એમ હતું કે, હવે ચોમાસું ખેંચાશે. વરસાદ ઓછો પડી શકે છે એવું અલનીનોની અસરોની ચર્ચા સાથે પણ કહેવાતું હતું. અને આ વર્ષે નૈઋત્ય ચોમાસું મોડું શરૂ થયું એ બાબતે પણ ઘણી ચર્ચાઓ ચાલી. પરંતુ સૌનાં અચરજ વચ્ચે, આ બધી સ્થિતિઓ પછી, મેઘરાજા સર્વત્ર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં તો મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે પણ સાંબેલાધાર વરસાદ વરસતાં શહેરમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં અતિ વરસાદને કારણે લાખો લોકો પરેશાન છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે હજુ પણ હવામાન વિભાગ વધુ વરસાદની આગાહી આપી રહ્યો હોય, લાખો લોકો ચિંતામાં છે.

આજે સવારે જાહેર થયેલી વિગતો અનુસાર, બુધવારનો સમગ્ર દિવસ રાજ્યમાં વરસાદ સંદર્ભે ઘાતક સાબિત થઈ શકે છે ! કેટલાંક જિલ્લાઓમાં રેડ ઝોન પણ અપાયું છે. કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. અને ઘણાં બધાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. નવી આગાહી મુજબ, રાજ્યમાં અમરેલી – ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ ઝોન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં યલો ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જામનગર અને કચ્છ સહિતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે આટલાં વરસાદ પછી પણ રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં હજુ વરસાદની સારી એવી ઘટ છે. કારણ કે ઘણાં વિસ્તારોમાં દિવસો સુધી વરસાદ નથી આવતો અને જયારે પડે છે ત્યારે ટૂંકા ગાળામાં મૂશળધાર વરસાદ વરસે છે. જેને પરિણામે આવાં વિસ્તારોમાં વરસાદને કારણે લાખો લોકો પરેશાન પણ જોવા મળે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®