Mysamachar.in-ગીર સોમનાથ:
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર સોમનાથ હાઇવે નજીક અંબુજા ફાટક પાસે આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે શાળાએ જતા બાળકોની સ્કૂલ રીક્ષાને અડફેટ લીધી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે, ટ્રક ચાલક પોતાની સાઈડ ના બદલે રોંગ સાઈડમાં થી પુરપાટ ઝડપે ટર્ન લઇ અને રીક્ષાને ફંગોળી દીધી હતી.અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.