Mysamachar.in-જામનગર:
જામનગરમાં હિતેનભટ્ટ નામ આવે એટલે લગભગ કોઈ આ નામથી અપરીતચીત હશે તેવું બને નહી…વર્ષોથી સંઘ સાથે અને ભાજપના કેટલાય નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને નગરના જાણીતા ધારાશાસ્ત્રી હિતેન ભટ્ટના પુત્ર સમર્થ ભટ્ટ પણ પિતાને પગલે રાજકીય જીવન અને વ્યવસાયિક જીવનમાં બરોબરનો પગપેસારો કરી લીધો છે, Mysamachar.in ની ખાસ મુલાકાતે આજે હિતેન ભટ્ટ ના પુત્ર સમર્થ ભટ્ટ અને એબીવીપી જામનગરની ટીમ આવી હતી…થોડા સમય પહેલા જ સુરત ખાતે ABVP સંગઠનનું પ્રદેશ અધિવેશન મળ્યું હતું. જેમાં જામનગરના સમર્થ ભટ્ટને સ્ટેટ મીડિયા ઇન્ચાર્જની ખુબ મહત્વની કહી શકાય તેવી જવાબદારી સોંપવામાં આવી છે. સમર્થ ભટ્ટ પણ પિતાની જેમ વકીલાતનું અમદાવાદમાં શિક્ષણ મેળવી રહ્યાં છે, સમર્થ ભટ્ટ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો અવાજ ખુબ જ નાનીવયે બની રહ્યાં છે. કર્મનિષ્ઠા અને સક્રિયતાને ધ્યાને રાખી ABVP દ્વારા ગુજરાતના મીડિયા ઇન્ચાર્જની મહત્વની કહી શકાય તેવી કામગીરી સમર્થને સોંપવામાં આવી છે. માત્ર 20 વર્ષની વયે સંગઠન દ્વારા મહત્વની જવાબદારી અંગે સમર્થ ભટ્ટનું કહેવું છે કે તેઓ સંગઠનની જવાબદારીથી ખુશ છે. છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી દુષ્કર્મ જેવી ઘટનાને રોકવા માટે ABVP દ્વારા ગુજરાત તથા દેશભરમાં મિશન સાહસિક જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે, જેમાં દેશની નારીશક્તિને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ જામનગર ખાતે પણ ABVP દ્વારા મિશન સાહસિક કાર્યક્રમ યોજાયો, જેમાં એક હજારથી વધુ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.અને હજુ પણ કેટલાક એવા કાર્યક્રમો જે વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી હશે તેના માટે હમેશા એબીવીપીની ટીમ સાથે જ હોવાનો કોલ પણ આજે તેવોએ વાતચીત દરમિયાન આપ્યો હતો.
-લાલ ગુલામી છોડો, બોલો વંદે માતરમ્
ABVP અને NSUI વચ્ચે અમદાવાદમાં ઘર્ષણની ઘટના અંગે સમર્થે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં પાલડી ખાતે આવેલી ABVPની ઓફિસ પાસે NSUI દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓ પહેલાથી જ ઝંડામાં દંડા સાથેની તૈયારી સાથે આવ્યા હતા. ABVPની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો JNU હિંસા અંગે સમર્થ ભટ્ટે જણાવ્યું કે લેફ્ટનો ઇતિહાસ જ હિંસા રહ્યો છે, આથી જ તો દુનિયાના અનેક દેશોમાંથી તેને ખદેડવામાં આવી રહ્યાં છે. લેફ્ટની સામે ABVPએ નવું સ્લોગન લાલ ગુલામી છોડો, બોલો વંદે માતરમ્ બનાવ્યું છે.
-પેપરલીક અંગે શું કહેવું છે ?
છેલ્લા કેટલાક સમયથી બની રહેલી પેપરલીકની ઘટના અંગે સમર્થ ભટ્ટે કહ્યું કે ABVP હંમેશા વિદ્યાર્થીઓ સાથે જ છે, અને રહેશે, ગાંધીનગર ખાતે થયેલા બિનસચિવાલયના આંદોલન વખતે ABVP તેમની સાથે હતું. આજના ટેક્નોલોજીના યુગમાં રાજ્ય સરકારે ઓનલાઇન પરીક્ષા લેવી જોઇએ. પેપરલીક કેમ થઇ રહ્યાં છે તે અંગે પણ કમિટી બનાવી ઉંડાણપૂર્વક વિચાર કરવો જોઇએ. આગામી સમયમાં પણ ABVP દ્વારા પરીક્ષાર્થીઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા સમર્થ છે.