mysamachar.in-જામનગર
જામનગરમા લોકસભા અને જામનગર ગ્રામ્ય બેઠક પર ચુંટણી નો માહોલ બરોબર જામ્યો છે,ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જામનગર લોકસભાના ઉમેદવાર તરીકે મુળુભાઇ કંડોરીયા અને જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયંતીભાઈ સભાયા ને ટીકીટ ફાળવી છે,ત્યારે આજે બને ઉમેદવારો સહિતની ટીમ કોંગ્રેસના આગેવાનો MySamachar.in ની શુભેચ્છા મુલાકાત લીધી હતી,જ્યાં તેવો એ મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર અને ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ સાથે આગામી ચુંટણીમા કઈ રીતે જીત મેળવી શકાય તે રણનીતિ અને ક્યાં મુદ્દાઓ ને લઈને લોકો કોગ્રેસને પ્રાધાન્ય આપી રહ્યા છે તે તમામ મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરી..
લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ શુભેચ્છામુલાકાત દરમિયાન જણાવ્યું કે અમે લોકો વચ્ચે જે કામો કરવાના છે અને જેની જનતા ને જરૂર છે તેવા મુદ્દાઓ લઈને જ લોકો વચ્ચે જઈ રહ્યા છે,હજુ તો પ્રચારની શરૂઆત છે ત્યાં જ બહોળો પ્રતિસાદ લોકો તરફ થી મળી રહ્યો છે,અને પ્રચાર દરમિયાન લોકો ભાજપના જુઠાણાઓ થી તંગ થઇ ચુક્યા હોવાની વાત પણ કંડોરીયાએ કરી..
વધુમાં મુળુભાઇ કહ્યું કે જામનગર મા છેલ્લા પાંચ વર્ષમાં ઘણા એવા પ્રશ્નો છે કે જેના પર ભાજપ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી,જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે ખેડૂતોને માથેહાથ દઈ ને રોવાનો વારો આવે તે રીતે પાકવીમા અને પાણી વિના જગતનો તાત નોંધારો બની ગયો છે,ઉપરાંત રોજગારી,ખેડૂતોને ટેકાના ભાવ,સિંચાઇ નું પાણી સહિતના મુદ્દાઓ ઉપરાંત લોકોને સ્પર્શતા દરેક મુદાઓને ઉજાગર કરવા કોંગ્રેસ કટીબદ્ધ છે,અને આવનાર સમયમાં જામનગર જીલ્લાની કાયાપલટ ટીમ કોંગ્રેસ સાથે મળીને કરશે તેમ પણ મુળુભાઇ કંડોરીયા એ જણાવ્યું હતું.
જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણી ના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ સભાયાએ મુલાકાત દરમિયાન જણાવ્યું કે જામનગર ગ્રામ્ય બેઠકમાં પણ ખેડૂતોની સાથે સાથે સચાણા,સિક્કા,બેડી સહિતના વિસ્તારોં આવે છે ત્યાં પણ પ્રાથમિક સુવિધાઓ માટે કોઈ ખાસ કામો થયા ના હોય ઉપરાંત ખેડૂતોને સિંચાઇ નું પાણી,ડેમોની મરામત,છેવાડાના વિસ્તારોમાં પાણી સહિતની સુવિધાઓ મુદ્દે પણ કોંગ્રેસ ધ્યાન કેન્દ્રિત કરીને કોંગ્રેસનો નિરધાર જ છે કે યુવાનોને રોજગાર અને ખેડૂતોને અધિકાર સાથે અને ભાજપની નિષ્ફળતાના મુદાઓ સામે અમે પ્રચારની શરૂઆત કરી દીધી છે.અને લોકોનું પણ સમર્થન કોંગ્રેસ તરફી હોવાની વાત જયંતીભાઈ સભાયાએ કરી..
MySamachar.in ની શુભેચ્છા મુલાકાત વેળાએ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા,જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર જયંતીભાઈ સભાયા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ,ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામ રાઠોડ,કોંગીના પીઢ આગેવાન બીપેન્દ્ર્સિંહ જાડેજા,કોર્પોરેટર યુસુફ ખફી સહિતનાઓ પણ સાથે રહ્યા હતા.