Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. તા.07/10/2023 સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. દરિયામાં જોરદાર પ્રવાહના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ – સર્વે નં. 58 થી શિવરાજપુર બીચના ખાડી-2 પોઇન્ટના છેડા સુધી, 5 કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા.07/10/2023 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ 188 અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.