Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
પર્યટન ક્ષેત્રે ગુજરાતને વધુ એક વખત ગૌરવશાળી સિદ્ધિ મળી છે, ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પુનઃ બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવેલ છે, ડેનમાર્કના ફાઉન્ડેશન ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન તરફથી શિવરાજપુર બીચને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે, બીચ પર પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન, સલામતી તથા પર્યાવરણીય શિક્ષણ અને માહિતી જેવા 33 માપદંડોને આધારે શિવરાજપુર બીચને સતત બીજી વખત આ સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે,
શિવરાજપુરબીચર પર ઇકો ફ્રેન્ડલી બાયો ટોઈલેટ, ચેન્જિંગ રૂમ, આર.ઓ વોટર સુવિધા, LED સ્ટ્રીટ લાઈટ, કચરાપેટી, સીસીટીવી, રમતગમતના સાધનો, જોગિંગ ટ્રેક, બાથિંગ ઝોન, વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર પ્લાન્ટ, વોટર મોનિટરીંગ સીસ્ટમ, પાર્કિંગ સહિતની સુવિધાઓ, દિવ્યાંગ સહેલાણીઓ માટે ક્લોટિંગ બાથ, વ્હીલચેરની સુવિધા, પ્રવાસીઓની સુરક્ષા માટે 24 × 7 લાઇફગાર્ડ ફરજ પર, પ્રવાસીઓને દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ સુરક્ષાના નિયમો વિશે હોર્ડિંગના માધ્યમથી માહિતી શિવરાજપુર બીચને નો-પ્લાસ્ટિક ઝોન, નો-ડમ્પિંગ ઝોન, નો-ટ્રાન્સપોર્ટ ઝોન જાહેર કરાયો છે ત્યારે આ તમામ માપદંડોમાંથી પાર ઉતારનાર શિવરાજપુર બીચને સતત બીજી વખત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે.