Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જામનગર શહેરમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે, અને ધીમેધીમે વાતાવરણમાં ઉઘાડ થઇ રહ્યો છે, પરંતુ બાજુમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલ બાદ આજે સવારથી પણ મુશળધાર વરસાદના પગલે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર આવેલા ખોડીયાર મંદિર નજીક પુલ પાસેનું ડાઈવર્ઝન ધોવાઈ જતા હાઈવે પર પાણી ફરી વળ્યા હોય જેને લઈને જામનગરથી દ્વારકા તરફ જતા વાહનો અને દ્વારકા ખંભાળિયાથી જામનગર તરફ આવતા વાહનવ્યવહાર પણ થોડો સમય માટે પ્રભાવિત થતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.