Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે એક યાદી જાહેર કરી અને ભાજપ શાશન પર આકરા પ્રહારો કર્યા છે, તેવોએ ભાણવડ નગરપાલિકા સુપરસીડ કરવાનો અને ભાણવડમાં ગઈકાલે થયેલ ડીમોલીશનને સરમુખત્યારશાહી ગણાવી છે,
મારૂ નહીં તો કોઈનું નહીં આ છે ભાજપની નીતિ અને આ નીતિના ભાગરૂપે ભાજપના 8 નગરપાલિકાના સભ્યોએ બળવો કરતાં ભાજપ બોખલાઈ ગયું. ભાજપ દ્વારા સતાનો દૂરઉપયોગ કરીને જનતાનાં ચૂંટાયેલા પ્રતિનીધિઓને ઘરે બેસાડી ભાણવડ નગરપાલિકાને સતાના જોરે સુપરસીડ કરી નગરપાલિકા અધિકારીઓને હવાલે કરી અને આડકતરી રીતે ફરી સતા ભાજપે પોતાની પાસે રાખી લીધેલ છે. આ છે ભાજપની લોકશાહી જે લોકશાહીના નામે લોકશાહીનું વસ્ત્રાહરણ કરવા અને સતા માટે કોઈ પણ હદે જવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. પછી લોકોનું જે થવું હોય તે થાય !
ભાણવડ નગરપાલિકાની હદમાં આવેલી અંદાજે 90 જેટલી નાની દુકાનોનાં કબજેદારો ઉપર સરમુખત્યારશાહી કરી આ દુકાનો તોડી પાડીને ભાજપે હીટલર શાહીનું વરવું પ્રદર્શન કરેલ છે. તેને સખત શબ્દોમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વખોડી કાઢવામાં આવે છે. માથે ચોમાસાનો સમય ઉભો છે. આખા ગુજરાતમાં કયાંય તોડપાડ ના થતી હોય આખા દેશમાં કોરોનાની હાડમારી ચાલી રહી છે, લોકો ટકે ટકના ભોજન કે કામધંધા માટે ટળવળી રહયા છે. એવા કારમાં સંજોગોમાં ગરીબ લોકોનાં રોજગાર ધંધા ઉપર બુલડોઝર ફેરવીને આ ભાજપ વરવા આનંદ અને આવા પાપી કાર્યો સાથે પાપલીલા ભાજપ કરી રહેલ છે.
લોકો અત્યારે રોજગારી તથા કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહેલ છે તેવા સમયે સતાધારી પક્ષે લોકોની સાથે રહેવાને બદલે તેમનાં કામધંધા અને રોજગારીનાં સાધન ઉપર હથોડા અને બુલડોઝરો ફેરવવાનાં કૃત્યો કરેલ છે. તે પાપલીલાને ખંભાળિયા ભાણવડ મતવિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમ સખત શબ્દોમાં વખોડી કાઢી છે.