Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જનરલ હોસ્પિટલ જામ ખંભાળીયા ખાતે ગુજરાત સરકાર દ્વારા 20 લાખના ખર્ચે ICMR ના નિયમોનુસાર કોવિડ-19 ના દર્દીઓના નિદાન હેતુ નવી RTPCR લેબ વિકસાવવામાં આવી છે. જેનું આજે અન્ને અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકાર્પણ કરી જણાવ્યું હતું કે છેવાડાના જીલ્લા દેવભૂમિ દ્વારકાને RTPCR લેબ મળતા હવે જામનગર સેમ્પલ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાની આરોગ્યલક્ષી સુખાકારીમાં વધારો કરતું વિકાસશીલ સરકારનું પગલું બની રહેશે. ઉલ્લેેખનીય છે કે આ RTPCR લેબમાં 24×7 કલાક 1 માઇક્રોબાયોલોજીસ્ટ તથા 6 લેબ ટેકનીશીયન સેવા માટે કાર્યરત રહેશે. આ મશીનની સેમ્પલ ચકાસણીની ક્ષમતા 8 કલાકમાં નેવુંની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે. આ તકે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, મામલતદાર લુકા વગેરે ઉપસ્થિીત રહયા હતા.