Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કપરા કાળમા જ્યારે માનવતા અને મદદ માટે પોકાર ઉઠે ત્યારે ખરા અર્થમાં સંવેદનાસભર વ્યક્તિત્વ હોય તે આ સાદ ઝીલી પોતાની કેપેસીટી સમાજ સેવામા લગાવે છે, અનેકની આંતરડી ઠારતા હોય છે આવુ વ્યક્તિત્વ માત્ર ભાણવડ જ નહી સમગ્ર હાલારના રાજકીય અગ્રણી તરીકે અને સેવાભાવી તરીકેનુ કે.ડી.કરમુરનુ ઉભરી આવ્યાનુ તેમની કોરોનાકાળની પ્રસંસનીય સેવાયજ્ઞની ઝળહળતી જ્યોતથી ઉભરી આવ્યાનુ લોકો પાસેથી જાણવા મળ્યુ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર જ્યા હાલ દર્દીઓને કોરોના અને લગત બિમારીઓની મુશ્કેલીઓમા સાધન સારવાર સગવડતા વગેરેની ખુબ જરૂર છે, ત્યારે આ રાજકીય નેતા એક ઉદાહરણરૂપ ધર્મ નિભાવી રહ્યાના અહેવાલો મળ્યા છે,
હાલ પ્રજાની પડખે ઉભા રહેવાનો સમય છે ત્યારે મોટાભાગે રાજકીય નેતાઓ પદાધીકારીઓ હોદેદારો કાર્યકર્તાઓ વગેરે દર વખતે લગભગ જોવા મળતા જ નથી તેવા સમયમા મદદ કરવા માટે પ્રજાજનોને મહાન ગણીને હાલ ખરા સમયે પ્રજા વચ્ચે આ કાળમાં મળી આવ્યા છે તેઓ છે દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાણવડમાંથી ચૂંટાનાર કે.ડી.કરમુર, એટલે કે કરશનભાઈ જેઓ આમ તો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે અને કશ્યપ ઇન્ફોટેક પ્રા. લી. નામે ઇન્ડસ્ટ્રી ધરાવે છે. એ પહેલીવાર જ ભાણવડ તાલુકામાંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
તેમણે જોયુ કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો હાલ મહામારીમા તડપે છે તેમને મદદની જરૂર છે અને તેમનુ હ્રદય દ્રવી ઉઠ્યુ જેમાથી પ્રગટ થયુ આરોગ્ય અને સંલગ્ન સેવાઓનુ સેવા ઝરણુ જે મુજબ ભાણવડ તાલુકામાં તેઓ તાલુકાના તમામ ગામોમાં દવાઓથી માંડી ઓક્સિજનની સેવા કોરોનાના દર્દીઓને પૂરી પાડી રહ્યા છે તેમજ કોરોના કેર માટે અનેક જાતની તેઓ સ્વખર્ચે સહાય કરે છે, જેથી લોકો માટે આશિર્વાદરૂપ આ સેવા બની છે તે કે.ડી.ભાઇ માટે બિરદાવવાલાયક છે. બ્રેવો કે.ડી કરમુર કે જ્યા જરૂર હતી ત્યા ખરા સમયે પોતાના સમય સંપતિ સાથીદારો સાથે સેવા કરવા પહોંચી ગયા છે, તે સેવા પણ મેનેજમેન્ટ સભર અને વ્યાપક પ્રમાણમા તે પણ નોંધવુ પડે
-આવું કોણ કરે..! ચુંટાઇ આવ્યા પહેલા મતવિસ્તારના રસ્તાઓને સ્વખર્ચે ટનાટન કરી દીધા…
આપને ત્યાં સામાન્ય રીતે કોઈપણ જનપ્રતિનિધિઓ ચુંટાઈ આવે તેની ગ્રાન્ટ મળે બાદમાં જે તે વિસ્તારના કામો થાય..પણ આ બધાથી કે.ડી.કરમુર અલગ નીકળ્યા અને તેને નવો ચીલો ચાતરીને પોતે દ્વારકા જીલ્લા પંચાયતની મોટા કાલાવડ બેઠક પરથી ચુંટાઇ આવે તે પૂર્વે જ વિસ્તારમાં આવેલ રસ્તાઓને ટનાટન કરવા કોઈ ગ્રાન્ટ વિના પોતાના સ્વખર્ચ 12 ગામના 200 કિલોમીટરથી વધુ રોડરસ્તાના કામો માટે એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાનું તેમણે જણાવ્યું અને જેનાથી આજની તારીખે પણ આ જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા વિસ્તારોમાં રસ્તાઓની રોનક અનેરી છે.
-ઓક્સીઝ્નની કટોકટીના સમયમાં 24 કલાક કે.ડી.ની સેના કાર્યરત…
ના માત્ર પોતાના મત વિસ્તાર પણ સમગ્ર ભાણવડ તાલુકાના લોકોને હાલના કોરોના મહામારીના કપરાકાળમાં મદદરૂપ થવાના આશયથી દ્વારકા જીલ્લા પંચાયતના સભ્ય કે.ડી.કરમુર દ્વારા ઓક્સીઝ્ન દવાઓ સહિતની સુવિધાઓ માટે નાગરિકો પરેશાન ના થાય માટે તેની ઓફીસના દ્વાર 24 કલાક ખુલ્લા રાખવમાં આવ્યા છે,અને જ્યાં તેમના સ્ટાફ દ્વારા ઓક્સીઝ્ન સહિતની જરૂરી વ્યવસ્થાઓ શક્ય ત્યાં સુધી લોકોને કરી આપવામાં આવે છે. જે સરાહનીય છે
-સંતોની અગમવાણી ઝીલી અને સેવા માટે ધર્યો ભેખ
અગાઉની વાત યાદ કરતા તેમની પાસેથી જાણવા મળેલ કે ગયા વર્ષે માર્ચ માસમાં લોકડાઉન થયું એ પહેલા એ પોતાની દીકરીને રાજસ્થાન મૂકવા જવાના હતા એ પહેલા એમના ગુરૂ ઇન્દ્રભારથી બાપુને મળ્યા તો એમણે કહ્યું કે રહેવા દે, આ મહામારી ફેલાવાની છે અને એપ્રિલ આવતા કેસો વધતા ગયા. મોચા હનુમાનજીએ બિરાજતા સાધ્વીજી એ પણ કહેલું કે, આ દવા લેતા જાવ જરૂર પડશે સાધ્વીજી હોમિયોપેથ અને આયુર્વેદ દવાઓ વહેચે છે. કરમુર કહે છે, એ દવા તો ત્યારે લેવાની જરૂર ના પડી પણ આ બન્ને સંતોએ તે વખતે અગમવાણીથી એમને સેવા માટે પ્રેરણા આપી અને ભાણવડ તાલુકામાં એમણે બધાને એ હોમિયોપેથી દવાઓ વહેચી અનાજ કીટ પણ આપી હતી તે ગત વર્ષની માનવસેવા તે પણ નિસ્વાર્થરૂપે બજાવી લોકોમા સ્થાન ઉચેરૂ કર્યુ હતુ એકંદર સંતોની અગમવાણીને આશિર્વાદ અને સંકેતના સ્વરૂપમા લેનાર કે.ડી.આમ પણ ધર્મપરાયણ તેમજ દાનધર્મ અવિરત કરવામા માનનારા છે, પરંતુ તેમના દાન શાસ્ર મુજબ જમણો હાથ દાન કરે તો ડાબા હાથ ને ખબર ન પડે તેમ વાહ વાહી વગર દાન કરવાની નિતિ રાખે છે માટે તો માત્ર આગેવાન નેતા કે બીઝનેસમેન જ નહી તે પહેલા તેઓ પ્રજાના સાચા સેવક છે.
-પોતાના પ્રચારથી વધુ મુક્યા કોરોના જાગૃતિના પોસ્ટર….શોર્ટેજ વાળી દવાઓ પુરી પાડી
મહામારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને એ પોતે ચૂંટાયા હતા માત્ર એટલે જ નહી પણ આગેવાન તરીકે તેમજ સમાજ પ્રત્યે ઋણ અદા કરવાના ભાગરૂપેને ગ્રામજનો માટે સરકારી સુવિધા ઓછી નહીવત હોઇ એમણે પહેલા તો પોતાના મત વિસ્તારના 12 ગામડાઓમાં હોમિયોપેથીક કોરોનાની દવા, માસ્ક અને સેનિટાઈઝરની કીટ બનાવી ઘેર ઘેર પહોચાડી તેઓએ કહયુ છે મેં મારા પ્રચારમાં પોસ્ટર કે બેનર નહોતા મૂક્યા એનાથી વધુ કોરોના જાગૃતિ માટે બેનરો મૂક્યા છે. જેની સંખ્યા 600 થી વધુ છે. પછી એમણે ભાણવડ વિસ્તારના પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મુલાકાત લીધી તો ત્યાં કોરોનાની મેઇન ગોળી એવી ફેબી ફ્લુ અને વિટામીન સીની પણ સમસ્યા હતી. એમણે દવા પહોંચાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ બેડ ઓછા હતા. એમણે ત્યાં ઓક્સિજન સિલિન્ડર પહોચાડવાનું શરૂ કર્યું પછી વધુ બેડ થાય અને ઓક્સિજનનો બગાડ ન થાય એ માટે સેન્ટ્રલ લાઈન બનાવી આપી અને બેડની સંખ્યા વધી ગઈ ઓક્સિજન સિલિન્ડર બધા સરકારી દવાખાને આપ્યા અને એ ખાલી થાય તો એમનો સ્ટાફ જ એ ભરીને પાછા આપે. ભાણવડમાં ખાનગી હોસ્પિટલ માટે પણ એ ઓક્સિજન આપે છે. અન્યત્રે ઓક્સિજન જરૂર હોય ત્યાં આપ્યા છે.
-ટ્રસ્ટ દ્વારા પણ અવિરત સમાજ સેવા છતાય પ્રચાર વગરનો વિનમ્રભાવ ઝળકાવતા સાચા લોકનેતા
જાણવા મળ્યા મુજબ કે.ડી.કરમુર સેવા વેલફેર અને પબ્લીક નીડ પુરી કરવા ટ્રસ્ટ પણ ચાલા છે અને એ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 800 દીકરીઓના લગ્ન કરાવાયા છે. ઉપરાંત હોસ્પીટલ માટે એક એમ્બ્યલ્ન્સ અપાઈ છે. તેમજ આ સેવાયજ્ઞો કરવાની સાથે વિનમ્રતાથી કે.ડી.ભાઇ. કહે છે કે આવા ખરા જરૂરીયાતના સમયે જ્યારે તંત્ર પહોંચી નથી શકતુ ત્યારે લોકોની મદદે જવું એ અમારી ફરજ છે અને મારે કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા નથી. હું કોઈને એ પણ કહેતો નથી કે કેટલો ખર્ચ થઇ રહ્યો છે. મારી જેમ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આગળ આવે તો અમને આનંદ થશે. સેવામાં હરીફાઈ થતી હોય તો ભલે થાય. કરસનભાઈની વાત બહુ સાચી છે. આવા રાજકીય પ્રતિનિધિઓ બીજા માટે પ્રેરણા બને એ જરૂરી છે. જે સેવા યજ્ઞ સાથે પેરણા યજ્ઞના અનેરા મિશાલ રૂપ ઉદાહરણ રૂપ અભિનંદને પાત્ર રૂપ છે તેમ ગ્રામજનોએ જણાવ્યુ છે.
-કોરોનાના 1 વર્ષમાં લાખોની કિમતના સેનેટાઇઝર અને માસ્ક અને હોમિયોપેથી દવાઓ લોકોને વિનામૂલ્યે આપ્યા
જ્યારથી ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો ત્યારથી માંડીને આજ દિવસ સુધીમાં કે.ડી.કરમુર દ્વારા તેમના વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં લાખોની કીમત ગણી શકાય તેવા માસ્ક અને અસરકાર હેન્ડ સેનેટાઇઝરની બોટલો લોકોને પહોચાડી આ મહામારીનો સામનો કરવામાં બચાવરૂપ બન્યા છે
-ચુંટાઇ ગયા એટલે પૂરું નથી વિસ્તારમાં સતત સક્રિય
કે.ડી.કરમુર દ્વારકા જીલ્લા પંચાયતની મોટા કાલાવડ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચુટાયા છે, પણ તેવોએ આ વિસ્તારના લોકોને જાગતો જનપ્રતીનીધી હોવાનું ઉદાહરણ પૂરું પાડી અને સતત ગ્રામજનો વચ્ચે ગ્રામજનોની સમસ્યામાં સાથે રહી અને જરૂરી તમામ સેવાઓ તે કરી રહ્યાનો ફીડબેક લોકો પાસેથી મળી રહ્યો છે.