Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક જ પરીવારના ત્રણ લોકોએ સામુહિક આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે, જેમાં પ્રાથમિક રીતે જાણવા મળી રહેલ વિગતો મુજબ દ્વારકામાં ગઈકાલે એક પરિવારના મોભીનું કોરોનાની સારવાર દરમિયાન થયેલ મૃત્યુ બાદ પરિવારના સભ્યોમાં પત્ની અને બે પુત્રોના આધાત લાગી આવતા પરિવારના આ ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની આ દુખદ ઘટના સામે આવી છે,
દ્વારકા પી.આઈ.ગઢવીના જણાવ્યા મુજ્બ તેવોએ કહ્યું કે જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી છે તે પ્રમાણે દ્વારકામાં રહેતા એક મહાજન પરિવારના મોભીની ગઈકાલે કોવીડની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘરના મોભીનું મૃત્યુ થતા પત્ની અને બે બાળકો પર આભ તૂટી પડ્યાની સ્થિતિ નિર્માણ થઇ હતી, અને ગઈકાલે અંતિમ સંસ્કાર બાદ વહેલી સવારના સમયે કોરોનાથી મૃત્યુ પામેલના પત્ની સાધનાબેન જૈન, અને તેના બે પુત્રો દુર્ગેશ અને કમલેશે જૈનએ સામુહિક આપઘાત કરી લીધાની વિગતો સામેં આવી છે.
ગઈકાલે ઘરના મોભી જયેશભાઇ જૈનનું મૃત્યુ થયેલ હોઈ આઘાતમાં આખા પરિવારે આપઘાત કર્યો, આ ઘટનાથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી મચી જવા પામી છે, જાણવા મળતી વિગતો પ્રમાણે સામુહિક આપઘાત કરનાર પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલ હતો, સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.