Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન પ્રશ્નોતરીકાળમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતા પુછવામાં આવેલ છે કે જામનગર જિલ્લામાં આવેલ બેડી બંદરને વિકસાવવાની કાર્યવાહી કયા તબક્કામાં છે ? તેમજ છેલ્લા બે વર્ષમાં બેડીબંદરના વિકાસ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ? અને જામનગર જિલ્લા અને જામનગર શહેર નજીક આવેલ બેડીબંદરના વિકાસની કામગીરી કયાં સુધીમાં કેટલા ખર્ચે પૂર્ણ કરવામાં આવશે?
ઉપરોકત તમામ બાબત સબંધમાં વિક્રમભાઈ માડમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં મુખ્ય મંત્રી(બંદરો), બંદરો સબંધેની બાબતોનો હવાલો તેવોએ જણાવ્યું હતું કે ઉપર મુજબની બંદરીય સુવિધાઓ પુરી પાડવા માટે તા. 01/01/2018 થી તા. 31/12/2019 સુધીમાં રૂા. 3.10 કરોડનો અને તા. 01/01/2020 થી તા. 31/12/2020 સુધીમાં રૂા. 0.27 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે અને રોઝીબંદર ખાતે બંદરીય સુવિધા ખાનગી મૂડી રોકાણથી વિકસાવવાનું આયોજન છે. છેલ્લા બે વર્ષમાં બેડી બંદરે બંદરીય સુવિધાના કામો રૂા. 3.37 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આ રોઝી બંદર ખાતે બંદરીય સુવિધા વિકસાવવાની કાર્યવાહી ટેન્ડર પ્રક્રિયાથી હાથ ધરવામાં આવનાર છે.