• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયા નજીકનો એ અકસ્માત, પરિવારના 3 સભ્યો મોતને ભેટ્યા….

My Samachar by My Samachar
January 25, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ખંભાળિયા નજીકનો એ અકસ્માત, પરિવારના 3 સભ્યો મોતને ભેટ્યા….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા- ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલા એક બાળક સાથેના દંપતીનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતા એક્ટિવામાં જઈ રહેલા માસુમ બાળક સહિત દંપતિના કરૂણ મૃત્યુ નિપજતા આ પરિવારનો માળો પીંખાઇ જવા પામ્યો છે, મળતી વિગત એવી છે કે ભાણવડના જુના નગરનાકા વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ધરાવતા કેતનભાઈ ડાયાભાઈ પરમાર નામના 39 વર્ષીય યુવાનના જામનગર ખાતે રહેતાં સસરાને કેન્સરની બીમારી હોવાથી તેઓ સારવાર હેઠળ દાખલ હતા.

બીમાર પિતાની તબિયતના ખબર કાઢવા કેતનભાઈના પત્ની જ્યોતિબેન (ઉ.વ. 35) તેઓના આઠ વર્ષના બાળક ઉદયને સાથે લઈને બે દિવસ પહેલા જામનગર ગયા હતા. જ્યાં ગઈકાલે રાત્રે ભાણવડથી કેતનભાઈ પણ તેમના એકટીવા મોટરસાયકલ નંબર જી.જે. 37ડી. 2130 માં આવ્યા હતા. પોતાના સસરાના ખબર- અંતર કાઢી અને પત્ની- પુત્રને ભાણવડ પોતાના ઘરે સાથે લઈને જવા માટે કેતનભાઈ તેમનાં પત્ની જ્યોતિબેન તથા પુત્ર ઉદય સાથે જામનગરથી ભાણવડ તરફ જવા નીકળ્યા હતા. નશીબ જોગે દર વખતે તેઓ જામનગરથી લાલપુર રોડ થઈ અને ભાણવડ જતા હતા. પરંતુ કામનશીબી કહો કે જાણે મોત પોકારતું હોય તેમ તેઓ ખંભાળિયા થઈ અને ભાણવડ જવા માટે નીકળ્યા હતા.

એવામાં આ એક્ટિવા સવાર દંપતિ-પુત્ર ખંભાળિયાથી આશરે આઠેક કિલોમીટર દૂર ભાણવડ રોડ ઉપર માંઝા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે, સામેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 3711 નંબરના એક બોલેરો પિકઅપ વાહનના ચાલકે કેતનભાઈના એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેના કારણે આ એકટીવાનો ભુક્કો બોલી ગયો હતો અને કેતન તથા તેમનાં પત્ની જ્યોતિબેને ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ ખેંચતા હતા. જ્યારે માસુમ બાળક ઉદયને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે ખસેડાતા તેનું પણ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બનતા ખંભાળિયા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે તથા હોસ્પિટલ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ગમખ્વાર અકસ્માત સર્જી, બોલેરો ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેતનભાઈ તેમના પિતા ડાયાભાઈનો એકમાત્ર પુત્ર હતો તેમને બે બહેનો છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર કેતનભાઈ તથા જ્યોતિબેનનો ઉદય પણ એકમાત્ર જ સંતાન હતો. આ ગમખ્વાર અકસ્માતના કરૂણ બનાવે મૃતકના કોળી પરિવારમાં ઘેરા શોક સાથે ભાણવડ પંથકમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

June 16, 2025
જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®