Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા અવારનવાર તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અન્વયે તમાકુ વેચાણ કરતી એજન્સી, પાન-માવાના લારી ગલ્લાઓ પર ચેકિંગ કરવામાં આવે છે. જેમાં અધિનિયમનું ઉલંઘન બહોળા પ્રમાણમાં થતા જોવા મળે છે. આથી તમાકુ વ્યંવસાય સાથે જોડાયેલા આ તમામ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ-2003ને આધિન રહી પોતાનો વ્યવસાય ચલાવવાનો રહેશે. આવનાર સમયમાં આ અધિનિયમની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
તમાકુ નિયંત્રણ અધિનિમય કલમ-4, જાહેર સ્થ્ળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ દંડ રૂા.200/-, કલમ-5 તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પર પ્રતિબંધ દંડ પહેલી વાર બે વર્ષ સુધીનો દંડ અથવા રૂા.1000/- સુધીનો દંડ અથવા બંને બીજીવાર કે અથવા તેના પછી ભંગ બદલ એક વર્ષ સુધીની જેલ અને રૂા.5000/- સુધીનો દંડ, કલમ-6-અ 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા આપવા કે વેચાણ માટે આપવા પર પ્રતિબંધ દંડ રૂા.200/-, કલમ 6-બ શૈક્ષણિક સંસ્થાનોઅી આસપાસના 100 વારના વિસતારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ દંડ રૂા.200/-, કલમ-7 તમાકુની બનાવટની દરેક ચીજ વસ્તુઓ પર ચિત્રાત્મક આરોગ્યં વિષયક ચેતવણી દર્શાવી તથા સિગરેટ તથા બીડીના છુટક વેચાણ પર પ્રતિબંધ દંડ પ્રોડયુસર કે ઉત્પામદક દ્વારા બે વર્ષ સુધી જેલની સજા અથવા રૂા.5000/- સુધીનો દંડ અથવા બંને સજા, બીજીવાર કે તે પછી પાંચ વર્ષ સુધી જેલ અને રૂા.10,000/- સુધીનો દંડ, વિક્રેતા દ્વારા એક વર્ષ સુધી જેલની સજા અથવા રૂા.1000/- સુધીનો દંડ અથવા બંને સજા, બીજીવાર કે તે પછી બે વર્ષ સુધી જેલ અને રૂા.3000/- સુધીનો દંડ પણ થઇ શકે છે. પણ જો કાર્યવાહી કરવાની ઈચ્છા હોય તો ના માત્ર અખબારી યાદી જાહેર કરવાથી કાયદાની અમલવારી થઇ શકતી નથી.