Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ગામની આસપાસ મોટી કંપનીઓ આવે ત્યારે આસપાસના ગામોના યુવાઓને એવી આશા હોય કે આપણે પણ રોજગારીની તક મળશે…. પણ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ કુરંગાની ઘડી કંપનીમાં આવું ના હોય આજે ના ઈસ્તમાલ કરે ના વિશ્વાસ કરે ના નારા સાથે આજે કુરંગા તેમજ આસપાસના ગામોના બેરોજગાર યુવાનોએ પ્રાંત અધિકારી દ્વારકા ખાતે આવેદન પાઠવી રોજગારીની માંગ કરી હતી રજૂઆત તો કરી પણ તે રજુઆતનો જવાબ ક્યારેય મળતો ના હોય વસવસો છે,
દ્વારકામાં આજે રોજગારી મામલે કુરંગા તેમજ આસપાસના બેરોજગાર યુવાનોએ આવેદન પાઠવી રોજગારીની માંગ કરી હતી પ્રાંત અધિકારી કચેરી ખાતે કુરંગા તેમજ આસપાસના બેરોજગાર યુવાનોએ આવેદન પાઠવ્યું હતું RSPL ઘડી કંપનીમાં સ્થાનિકોને રોજગારી અપાતી ન હોઈ બેરોજગાર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક કંપનીમાં 80 રોજગારી સ્થાનિકોને આપવાની થતી હોય છે પરંતુ કંપની દ્વારા સ્થાનિકો સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ યુવાનો લગાવી રહ્યા છે સિક્યુરિટી ગાર્ડ થી લઈ ડ્રાઇવર સુધી અને એન્જીનીયર થયેલ બેરોજગાર યુવાનો ને કંપનીમાં રોજગારી મળતી ન હોઈ આ મામલે આજે બેરોજગાર યુવાનોએ પ્રાંત અધિકારી દ્વારકા ખાતે આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે.
ખેડૂતો સાથે આંતરિક રસ્તા તેમજ પ્રદુષણ સહિતના મામલે સ્થાનિકો સતત વિવાદોમાં રહેલી RSPL કંપની સામેનો વિવાદ વધ્યો છે રોજગારી મામલે યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી યુવાનોએ ઉચ્ચારી છે અગાઉ પણ આ યુવાનોએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન મોદીજી ને લોહીના સહી કરેલા પોસ્ટકાર્ડ લખી રોજગારીની માંગ કરી ચુક્યા છે, પણ કંપનીઓને ઘૂંટણીએ પડી જતું તંત્ર લોકોને ન્યાય અપાવવામાં ક્યાય ને ક્યાંક વામલુ પુરવાર થતું હોય તેમ લાગે છે.