Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકાની મુલાકાતે આજે આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓખા અને બેટ-દ્વારકા વચ્ચેે ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજના ચાલુ કામનું હોવર ક્રાફટમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું. દ્વારકા જિલ્લાોના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવેલા મુખ્યમંત્રીએ આ તકે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે 962.83 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્ને્ચર ઓવરબ્રીજનાં ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું. બ્રીજની કુલ લંબાઇ 2320 મીટર રહેશે જેમાં કેબલ સ્ટેઇડ બ્રીજ 900 મીટર રહેશે. બ્રીજના મુખ્ય્ ગાળાની લંબાઇ 500 મીટર રહેશે. પુલની પહોળાઇ 27.20 મીટર રહેશે જેમાં ચાર માર્ગીય પુલ તથા 2.50 મીટર પહોળી ફુટપાથ બન્ને તરફ બનાવવામાં આવશે.ફુટપાથ બનવાથી યાત્રિકો શ્રધ્ધાળુઓ સુરક્ષિત રીતે ચાલીને પણ ઓખાથી બેટ દ્વારકા જઇ શકશે.
ફુટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાાદન થશે. જેનાથી બ્રીજ ઉપરની સ્ટ્રીટ લાઇટ પણ ઝળહળશે. માર્ચ 2018 થી શરૂ થયેલ બ્રીજનું કામ પુર્ણ થવાની સંભવિત તારીખ એપ્રિલ-2022 છે. આ બ્રીજ બનવાથી ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે આવાગમનનો સેતુ રચાશે. દ્વારકા ઐતિહાસિક સ્થવળ હોવાથી શ્રધ્ધાળુ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન માટે આવતા હોય છે, ત્યાારે આ પુલનું નિર્માણ થવાથી દર્શનાર્થીઓ તથા સ્થાનિક રહિશોને આવાગમન માટે ખુબ જ સરળતા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.