Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં ફરી ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટાની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. ગુજરાતભરમાં કેટલાય જિલ્લાઓમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. આજે ભરૂચ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સર્વે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. તેમ તેવોએ જણાવ્યું છે,
ત્યારે આ જાહેરાત બાદ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, તેને એક નિવેદનમાં કહ્યું કે સરકાર માત્ર જાહેરાતો, નિવેદનો, આશ્વાસન આપવાની સરકાર છે, સરકાર લેખિતમાં આપીને બદલી જાય છે,સરકાર પરિપત્ર કરીને બદલી જાય છે, અને 10 ઓગસ્ટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી હજુ ખેડૂતોને કાંઈ મળ્યું નથી અને સહાયથી વંચિત રહે છે, સરકાર જાહેરાતો કરીને ભૂલી જાય છે, સરકાર ખેડૂતોને વચનો સિવાય ખરેખર કંઈ આપવા માંગતી હોય એવું લાગતું નથી આવો આક્ષેપ તેમણે કર્યો છે.