Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિદ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં થોડાદિવસો પૂર્વે એક યુવકને બજારોમાં નગ્નઅવસ્થામાં ફેરવી કેટલાક શખ્સોએ વરવી દાદાગીરીનું પ્રદર્શન કર્યું અને જાણે ખંભાળિયા નહિ પણ બિહાર જેવું ચિત્ર ખડું થઇ જતા ગાંધીનગર રાજ્યસરકાર સુધી આ મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી, અને ખુદ રેન્જ આઇજી સંદીપસીંગને દોડીને રાતોરાત ખંભાળિયા સ્થિતિની સમીક્ષા કરવા માટે આવવું પડ્યું હતું, અને ગૃહવિભાગે હાલ દ્વારકા એસ.પી સુનીલ જોશી રજા પર હોય તેમના સ્થાને અઈપીઅસ વિશાલ વાઘેલાને મુકવાનો ઓર્ડર કર્યો છે,ત્યારે આ પ્રકરણનો રેલો પોલીસના પગ સુધી પહોચ્યો અને કેટલાકની બદલીઓ અને સસ્પેન્સનના ઓર્ડરો નીકળતા જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો,
એવામાં આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા અને પાંચેયને જામીન મળ્યા બાદ તેવોની સામે પોલીસે કરેલ દરખાસ્ત અન્વયે કલેક્ટરે પાસાની દરખાસ્ત મંજુર કરતા પાંચેયને ફરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે, ખંભાળિયા શહેર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રાણશીભાઈ રૂડાચ નામના 38 વર્ષીય યુવાન અવાર નવાર “ચારણનો ચોરો” માધ્યમથી ફેસબુક મારફતે અસામાજિક તત્વો તથા પોલીસ સામે આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરે છે.
ચંદુ અરજણ રૂડાચ દ્વારા તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે એસીબી પોલીસની કાર્યવાહી સહિતનો વિડિયો ફેસબુક લાઈવમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગેનું મનદુઃખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તથા માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ ગુનાહિત કાવતરું રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની ક્રેટા કારમાં અત્રે બેઠક રોડ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર મારમારી અને જુદા -જુદા વિસ્તારોમાં ફેરવ્યો હતો. અને જેમાં ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાયા બાદ આરોપીઓને જામીન મળ્યા બાદ દ્વારકા પોલીસની દરખાસ્ત પર કલેક્ટરે ઉપરોક્ત નામવાળા પાંચેય શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે, જેમાંથી ત્રણ શખ્સોને વડોદરા મધ્યસ્થ જેલ અને બે ઇસમોને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવાનો હુકમ કર્યો છે.