Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આજે દ્વારકામાં જૂની નગરપાલિકા નજીક આવેલ એક હોસ્પિટલમાં અચાનક આગની ઘટના સામે આવી છે, બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતા આગના ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી જોવા મળ્યા હતા, ઘટનાની માહિતી મળતા દ્વારકા નગરપાલિકાના ફાઈરફાઈટર ઘટનાસ્થળે દોડી અને આગને કાબુમાં લીધી હતી, જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે આ હોસ્પિટલ બંધ હોવાથી કોઈ અંદર હોય નહી સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. દ્વારકાની જુની નગરપાલિકા સામે આવેલી આદિત્ય હોસ્પિટલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન છે.