• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ચર્ચાસ્પદ કિસ્સો, સવારે યુવાનને નગ્ન કરી બજારમાં ફેરવ્યો, સાંજે પોલીસે સંડોવાયેલા શખ્સોને ગામમાં ફેરવ્યા 

My Samachar by My Samachar
December 1, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ચર્ચાસ્પદ કિસ્સો, સવારે યુવાનને નગ્ન કરી બજારમાં ફેરવ્યો, સાંજે પોલીસે સંડોવાયેલા શખ્સોને ગામમાં ફેરવ્યા 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા શહેરમાં આજરોજ બપોરે ગુનાખોરીની હદ વટાવે તેવો કિસ્સો આગની જેમ પ્રસરી ગયો હતો. જેમાં પોલીસ સામે બાંયો ચઢાવનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારે ચર્ચામાં રહેલા એક યુવાનને કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ અદાવતનો ખાર રાખી, આજરોજ સવારે અપહરણ કરીને લઇ ગયા બાદ તેને શહેરના મુખ્ય માર્ગો પર નગ્ન હાલતમાં ફેરવી અને આ શખ્સો પોલીસ સ્ટેશને લઈ જતા આખરે પાંચ શખ્સો સામે પોલીસે ધોરણસર ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. ખંભાળિયા શહેર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રાણશીભાઈ રૂડાચ નામના 38 વર્ષીય ગઢવી યુવાન અવાર નવાર “ચારણનો ચોરો” માધ્યમથી ફેસબુક મારફતે અસામાજિક તત્વો તથા પોલીસ સામે આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરે છે.

ચંદુ અરજણ રૂડાચ દ્વારા તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે એસીબી પોલીસની કાર્યવાહી સહિતનો વિડિયો ફેસબુક લાઈવમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં  કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ગતરાત્રે પણ તેના દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગેનું મનદુઃખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તથા માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ આજરોજ સવારે ગુનાહિત કાવતરું રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની ક્રેટા કારમાં અત્રે બેઠક રોડ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર મારમારી અને અહીંના જુદા જુદા વિસ્તારોમાં ફેરવ્યો હતો.

ફરિયાદી ચંદુ રૂડાચનું અપહરણ થયાની બાબત રહી રહી ને પણ પોલીસના ધ્યાને આવતા પોલીસ સ્ટાફ મોબાઈલ લોકેશન તથા સીસીટીવી કેમેરાના આધારે જુદા જુદા સ્થળોએ પહોંચ્યો હતો. પરંતુ આરોપી માણસી ભોજાણી તથા કાના જોધા ભોજાણીએ ફરિયાદી ચંદુને બેફામ માર મારી બદનામ કરવાના ઈરાદે નિર્વસ્ત્ર હાલતમાં વિડિયો રેકોર્ડિંગ કરી- કરાવી, અને આ વિડીયો વાયરલ કરાવ્યો હોવાનું જાહેર થયું છે. આટલું જ નહીં આરોપી શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ફરિયાદીનો રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ આરોપી શખ્સોએ તોડી નાખ્યું ફરિયાદમાં જણાવાયુ છે.

નિર્વસ્ત્ર હાલતમાં જુદા જુદા વિસ્તારોમાંથી ફેરવીને આરોપી શખ્સો દ્વારા ચંદુ રૂડાચને વટભેર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આના અનુસંધાને પોલીસ મથકમાં હાજર રહેલા પોલીસ સ્ટાફ દ્વારા આ સમગ્ર બનાવની જાણ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. સી.બી. જાડેજાને કરાતા તેઓ અન્ય કામગીરી મૂકીને તાકીદે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.આમ, યુવાનને નગ્ન કરી જાહેરમાં ફુલેકા જેવું સરઘસ કાઢનારા આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા હતા. કાયદાને હાથમાં લઇ અને આ પ્રકારના નગ્ન નાચ જેવું કૃત્ય કરાવનારા શખ્સોને પોલીસે તેમની ભાષામાં નસિયત અંતે શીખવી ખરા…

આ સમગ્ર ચકચારી બનાવ અંગે પોલીસે આરોપીઓની અટકાયત કરી, આજરોજ સાંજે અહીંના વિરમદડ રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, વિગેરે સ્થળોએ આરોપી શખ્સોને દોરડા બાંધી, ચાલીને લઇ ગયા બાદ, સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. આથી આ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બિહાર જેવા આ બનાવે સોશિયલ મીડિયામાં ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી ઉપર પણ જાણે પ્રશ્નાર્થ હોય એવું ચિત્ર ખડું કર્યું હતું. પોલીસે ચાર ભાઈઓ તથા એક કુટુંબી શખ્સ સહિત પાંચેય શખ્સોની અટકાયત કરી તમામ સામે આઇ.પી.સી. કલમ 365, 342, 323, 294 (ખ), 427, 355, 506 (2), 120 (બી) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®