Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત રીતે વરસતા હળવા તથા ભારે વરસાદના કારણે હવે હાલાકીભર્યા દ્રશ્યો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસના વરસાદી ઝાપટા વચ્ચે મહદ્અંશે મેઘવિરામ બાદ આજરોજ શનિવારે સવારે પુનઃમેઘરાજાએ મુકામ કર્યો હોય તેમ લાગે છે, ખંભાળિયા તાલુકામાં આજે સવારે સાત વાગ્યાથી હળવા છાંટા રૂપે ચાલુ થયેલા વરસાદે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર 79 મીમી વરસાદ વરસાવી દીધો હતો. ત્યાર પછી પણ આવી રીતે ભારે વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહેતા શહેરના નીચાણવાળા માર્ગો પરથી પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખંભાળિયા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક બે થી ત્રણ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકા તાલુકામાં પણ આજે સવારથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 36 મીમી વરસાદ પડ્યો હતો,