Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસના ભારેથી અતિભારે વરસાદના કારણે બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 350 જેટલા વીજપોલ તૂટી જવાના કે પડી જવાના અને સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી જવાની આ વિસ્તારના લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામેલ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ પડી જવાના અને ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સાઑ બનતા આ બધા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી બિલકુલ નહીં હોવાની ઉપરાંત વીજળી અનેક સ્થળોમાં નહીં હોવાથી ફરિયાદ લોકો વીજ કચેરીમાં કરતાં કોઈ ફરિયાદ પણ વીજ કચેરીમાં સાંભળતું નહીં હોવાનું કે ફરિયાદ પણ નહીં નોંધવાની રજૂઆતો ધારાસભ્ય વિક્રમ માડમ સુધી પણ પહોચી છે,..
આ તમામ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર હોવાથી રાત્રીના સમયે વાડી ખેતરોમાં ચોમાસા દરમ્યાન ઝેરી જીવ-જંતુઑ પણ લોકોને ડ્ંખવાના કિસ્સા વીજળી નહીં હોવાથી તથા રાત્રીના અંધારાને કારણે બનવાની દહેશત(ભય)ગ્રામ્ય પ્રજાને રહે તે સમજી શકાય તેવી બાબત છે. હાલમાં ચોમાસાનો સમય હોવાથી વીજ કામગીરી માટેના માણસોની અછત જણાય તો આ બાબત માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવા અને યુધ્ધના ધોરણે કામગીરી પૂરી કરવા તાત્કાલિક વીજ કામગીરી કરતાં વધુ માણસો રાખીને પણ દરેક સ્થળે વીજ કનેક્શન ચાલુ થઈ તેવી રજૂઆત કાર્યપાલક ઈજનેર ખંભાળિયા પીજીવીસીએલને કરવામાં આવી છે.