Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.આઈ.ચંદ્રાવડીયાની તાજેતરમાં જ અમદાવાદ ખાતે બદલી થયા બાદ તેમના સ્થાને જીલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્વારા ગુન્હાઓના ભેદ ઉકેલવાની સારી સૂઝ ધરાવતા પી.આઈ.જે.એમ.ચાવડાને મુકવામાં આવ્યા છે, ચાવડા અગાઉ જામનગર જીલ્લાના અલગ અલગ પોલીસ મથકો ધ્રોલ, જામજોધપુર, પંચકોશી એ અને બી ડીવીઝન પોલીસ મથક અને જામનગરથી બદલી પામ્યા બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં ઇન્ચાર્જ પી.આઈ.તરીકે લાંબો સમય ફરજ બજાવી ચુક્યા છે,
જે બાદ થોડા સમય પૂર્વે તેમની પ્રમોશન સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બદલી થઇ હતી અને તેમને એલઆઈબી મુકવામાં આવ્યા હતા, હવે દેવભૂમિ દ્વારકા જીલ્લા જેવા સંવેદનશીલ જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચમાં તેવોને મુકવામાં આવ્યા છે.ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વણશોધાયેલ ગુન્હાઓ અને મોટી ઘટનાઓમાં જે.એમ.ચાવડાને એલસીબીમાં મુકવામાં આવતા ગુન્હાનો ભેદ ત્વરિત ઉકેલવામાં તેમની સુઝબુઝ મહત્વની બની રહેશે.