Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિરમદળ ગામે ભારે વરસાદ સાથે વીજળી પડતા બે મહિલાઓના મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે, વિરમદળ ગામે વાડી વિસ્તારમાં વીજત્રાટકતા 35 વર્ષીય એક મહિલા તથા 21 વર્ષીય એક યુવતીનું મોત નીપજયાનું સામે આવી રહ્યું છે, તો અન્ય બે મહિલાઓ પર પણ વીજળી પડતાં ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
તો જામનગર ફલડ કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી પ્રમાણે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટિયા ગામે વીજળી પડતા માતા પુત્રના મોત થયા છે. નીતાબેન જયેશભાઈ સીતાપરા ઉ.વ.35 અને તેના પુત્ર વિશાલ જયેશભાઈ સીતાપરા ઉ.વ.12 નું મોત નીપજયાનું જાહેર થયું છે.



























































