Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં અશોક ઉદ્યોગનગર ખાતે ઓઈલ મીલ ધરાવતા અગ્રણી ઓઈલ મિલર રામભાઈ આંબલીયાએ લમણે રિવોલ્વર તાકી અને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે, આજરોજ બપોરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનમાં ભડાકો કરી, આપઘાત કર્યો કે મિસફાયર થયું તે અંગે તપાસ ચાલી રહી હોવાનું દ્વારકા એસ.પી.રોહન આનંદે જણાવ્યું છે, તેવોએ ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યું કે મીસફાયર થયાની શંકા લાગે છે તપાસ કરી રહ્યા છીએ,
ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને ધરમપુર વિસ્તારમાં આવેલા અશોક ઉદ્યોગ નગર નામના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ આંબલીયા નામના 65 વર્ષીય રામભાઈ પોતાના હાથે પોતાની લાયસન્સવારી રિવોલ્વર મારફતે પોતાના કપાળની વચ્ચે જ એક ભડાકો કરીને આપઘાત કર્યો કે પછી મીસફાયર તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસમાં જે કાઈ નીકળે પણ આ ઘટના ભારે ચકચાર જગાવી દીધી છે.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોચી જઈ નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સાથે એફ.એસ.એલ. નિષ્ણાંતોની મદદ લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે,આ બનાવે શહેરભરમાં ચકચાર આહિર સમાજમાં અરેરાટી પ્રસરાવી છે.



























































