Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જામનગર પાસેના અને અગાઉ જામનગરજિલ્લામાંજ સમાવેશ હતો તેવો દ્વારકા જિલ્લો ખનીજ ચોરીમા મોખરે છે, અને તંત્રની કહેવાતી કડકાઇ વચ્ચે પણ અમુક સાઇટ જે ખનીજ ચોરીની છે તે અવિરત રહી છે આ બાબતને લોકડાઉન કે અનલોક થી કશો ફરક જ પડ્યો નથી કેમકે બોક્સાઇટ સહિતના ખનીજના ગેરકાયદે ખોદકામના હોટસ્પોટ સમાન કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓના લગડી વિસ્તારો ઉપર અમુકની મેલી તો ક્યાક મીઠી નજરથી આ પ્રવૃતિ ધમધમે છે જે બંધ થતી જ નથી,જામકલ્યાણપુર તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોઈ તેવો ઘાટ અવારનવાર આમ તો નિયમીત જોવા મળી રહ્યો છે.
જામકલ્યાણપુર તાલુકો આમ પણ ખનીજ ચોરી માટે જગ વિખ્યાત બની ચુક્યો છે સરકારી ખરાબાની જમીનોમાં બેફામ ખનીજ ચોરી કરી જનારા ખનીજ માફિયાઓ હવે ખાનગી માલિકીની જમીન માંથી કોઈ ના ડર વિના ચોરી ને અંજામ આપતા હવે જાણે આવા લોકોને કોઈ કાયદાનો ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે જામ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની ખાનગી કંપનીની જમીન, ઔદ્યોગિક એકમની જમીનમાં ગેર કાયદેસર ખોદકામ કરી ખનીજ માફિયાએ ખનીજ ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે ખાનગી માલિકીની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા મોરમની ચોરી થતા કંપની સુપર વાઇઝર દ્વારા લેખિત ફરિયાદ છતાં હજુ કોઇ પગલા ન લેવાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે,
આ સમગ્ર મામલે ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે, અને વારંવાર દુધે ધોયેલા હોય તેવા માત્ર નાટકો વિભાગ દ્વારા થતા રહે છે, ખાનગી માલિકીની જમીનમાંથી કોઈ ડર વિના આ રીતે ખનીજ ચોરી થતા તંત્રને પણ જાણે ખનીજ માફિયાઓ પડકાર ફેકતા હોઈ તેવું લાગી રહ્યું છે, ઉપરાંત તાજેતરમા બોગસ રોયલ્ટી કૌભાંડ બીજુ ખનીજ ચોરીનુ કૌભાડ વગેરે અનેક ઝડપાતા કેસ થયા છે, ત્યારે અમુક કેસ તો જાણે રીક્વેસ્ટ રેડ જેવા હોય છે તો અમુક કોઇ મજબુત ની ભલામણ થી થાય છે તેમ પણ સુત્રો જણાવે છે એ સિવાય ધૂમ ખનીજ ચોરી એ કંઇ નવી બાબત નથી લગત ડીપાર્ટમેન્ટસ ના આંખ મીચામણા પણ નવી બાબત નથી તેમ આ પંથકના જાણકારોનો અભિપ્રાય વારંવાર સાંભળવા મળે છે.