Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જિલ્લામાં કોરોના સંદર્ભે પોલીસ વિભાગ અવિરત રીતે કામગીરી કરી રહ્યો છે. આ અંગેની માહિતી આપતાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે કોરોના અંગેના જાહેરનામા ભંગ સબબ આશરે 1500 જેટલી એફ.આઇ.આર. થઈ ચૂકી છે. જ્યારે બે હજાર જેટલા વાહનો ડિટેઇન કરાયા છે. હાલ કારણ વગર બહાર નીકળતા લોકો માટે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરાની મદદથી નજર રાખી, આવા રખડતા લોકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ત્રણ વિસ્તારની બોર્ડર ઉપર અવિરત રીતે કલાક પોલીસ કર્મચારીઓ નજર રાખી રહ્યા છે. અન્ય જિલ્લામાંથી અહી આવવા માટે અવરજવર અંગેની ફાઇનલ ગાઈડલાઈન્સ હજુ સુધી આવી નથી. જ્યારે દુકાન ખુલ્લી રાખવા અંગે ગત તા.20 મી ના જાહેરનામાની કાયદા મુજબ અમલવારી કરવામાં આવી રહી છે.