Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને નાથવા માટે લોકડાઉનનો કડકાઈ થી અમલ પોલીસ કરાવી રહી છે, છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી અને સરેઆમ કાયદાનો ભંગ કરતા હોય આવા ઈસમો વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસે તવાઈ બોલાવી છે, અને ઢગલોબંધ ગુન્હાઓ દાખલ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, દ્વારકા જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં જાહેરનામાં ભંગ કરવા અંગે કુલ 54 લોકો વિરુદ્ધ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, અને પોલીસની આ કાર્યવાહી લોકડાઉન દરમિયાન ચાલુ રહેશે તેવું જાણવા મળે છે, જાહેરનામાં ભંગ ઉપરાંત પણ પોલીસે કેટલાક ગુન્હાઓ જીલ્લામાં દાખલ કર્યા છે, જેમાં…
-ભાણવડ હોમ ક્વોરનટાઈનમાં થી બહાર નીકળી ગયેલા દંપતી વિરુદ્ધ ગુન્હો
હાલમાં સરકારનો આરોગ્ય વિભાગ જે કોઈને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાઈ કે ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો તેને હોમ કવોરન્ટાઈમાં રહેવાની સુચના 14 દિવસ સુધી આપે છે, ત્યારે રાજકોટથી આવેલ અને ભાણવડ એસ્સાર પેટ્રોલપંપ નજીક વસવાટ કરતા દંપતીને હોમકોરોનટાઈનમાં રહેવાની સુચના હોવા છતાં પણ બહાર નીકળી જતા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે,
-સરપંચે લેટરપેડ પર લખી આપતા ગુન્હો
કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના સરપંચ લાખીબેન નંદાણીયા વિરુદ્ધ મધ્ય પ્રદેશથી આવેલ ખેત મજુરને પોતાના વતન જવા માટે ગામના સરપંચ હોય અને હાલ કોરોના વાયરસ ના લીધે જાહેરનામું અમલમાં હોય કે કોઇ ઈમરજન્સી સીવાય કોઇ એ બહાર ન નીકળવુ તેમ છતા મધ્ય પ્રદેશની આવેલ મજુરોને તેના વતન પરત જવા માટે તેઓઓ ગ્રામ પંચાયત ના લેટર પેડ ઉપર લખાણ લખી આપતા તેમના વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયો છે
-સરપંચ અને સ્માર્ટ વિલેજના કોન્ટ્રાકટર સામે નોંધાયો ગુન્હો
ઓખામઢી ખાતે સ્માર્ટ વીલેજ ઓકોલોજીના કોન્ટ્રાકટર ના કામ કરતા મજુરોને સરપંચ નાથીબેન મુન અને સ્માર્ટ વિલેજના કોન્ટ્રાકટર પીયુષ જેઠવાએ ઓખામઢી ગ્રામપંચાયતના લેટર ઉપર મજુરોને વ્યવસ્થીત સાચવે નહી અને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવાના બદલે બારોબાર છુટા કરી જે કોરાના વાયરસને નીયંત્રણ કરવાના બદલે વાયરસ ફેલાવા બદલનો ગુન્હો કરેલ હોય જે જાહેર નામાનો ભંગ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.