Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજે રજુ થયેલા રાજ્યના બજેટમાં રાજ્યમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા રૂ.૧૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે, તો રાજ્યના ૬ મહત્ત્વનાં યાત્રાધામો અને અન્ય મંદિરોના વિકાસ માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ અને સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે યાત્રાધામોની સ્વચ્છતા માટે રૂ.૧૭ કરોડની જોગવાઈ પણ કરાઈ છે,
બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર ૪,૫૬ કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી રૂ.૯૬૨ કરોડ ખર્ચે પ્રગતિમાં છે, તો બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ કરતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે, સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા રૂ.૧ કરોડની જોગવાઇ કરાઈ છે, પણ આ બધું થાય તે દિવસ તે દિવસ સાચું લાગે..!