Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)માં નિયામક તરીકે ફરજ બજાવતા એ.પી.વાઘેલા ગત મોડીરાત સુધીની પોતાની ફરજ પર હતા, અને આપણે ત્યાં કહેવાય છે ના જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે, તેમ તેવો વહેલી સવારે પત્ની, ડ્રાઈવર અને પરિવારના અન્ય સભ્યો સાથે ખંભાળિયા થી અમદાવાદ બાજુ ખાનગીકારમાં જઈ રહ્યા હતા, ત્યારે કાર ચોટીલા નજીક બલદેવ હોટેલ પાસે નાળા સાથે ધડાકાભેર અથડાઈ જતા કારમાં સવાર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારકાના નિયામક એ.પી.વાઘેલા તેમના પત્ની અને એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજવાના સમાચાર દ્વારકા જિલ્લામાં પ્રસરી જતા જીલ્લાના અધિકારીઓ કર્મચારીઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા,
સાથે જ સૌ વાઘેલાની કામગીરીની સરાહના પણ ચર્ચતા હતા, તો આ ઘટનામાં કરુણ બાબત એ પણ રહી કે એ.પી.વાઘેલા આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ વયનિવૃત થવાના હતા, એટલે કે તેવોને નિવૃત થવાને દિવસો ગણાતા હતા ત્યારે જ તેવો નોકરીમાંથી તો નિવૃત થાય તે પૂર્વે જ જિંદગીમાં થી નિવૃત થઇ જતા પરિવાર અને દ્વારકા જીલ્લા વહીવટીતંત્રમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે.