Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળીયા કોર્ટમાં આજે દુષ્કર્મ અને અપહરણના કેસમાં સંડોવાયેલા આરોપી માલરાજ હજાણીએ બ્લેડથી પોતાના શરીર પર કાપા મારી આપઘાતનો પ્રયાસ કરતા તેને હાથ અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રથામિક રીતે જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે કોર્ટમાં સામાપક્ષની જુબાની બાદ આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવી રહ્યું છે, પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે, જે તપાસ બાડ આવું કરવાનું કારણ શું તે સામે આવશે.