Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આપણે ત્યાં થતા સરકારી કામો કેવા હોય છે, તે બાબત સર્વવિદિત છે…ભ્રષ્ટાચારમાં સ્થાનિકથી માંડીને ઉપર સુધીની ભાગબટઈ ને કારણે કહેવાતા વિકાસના કામો નબળા થાય છે, આવું ક્યારેક કોઈક ને ધ્યાને આવે તો ઉજાગર થઇ જાય નહિ તો જાય ભાઈ..જાય જેવી સ્થિતિ હોય છે, અને તેમાય દ્વારકા જીલ્લામાં અને ખાસ દ્વારકા તાલુકામાં કામ ઓછુ અને ભ્રષ્ટાચાર જાજો થાય છે, એવામાં વાત છે દ્વારકા તાલુકાના ટૂંપણી ગામની જ્યાં ચાલી રહેલા એક કામ અંગે કોન્ટ્રાકટરને ટોકતા સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે,
વાત એવી છે કે ખીમાભાઈ ચાવડા હાલ ટુપણી ગામના સરપંચ હોય અને તેમના ગામમાં ગુજરાત ઇકોલોજી સ્માર્ટ વિલેજનુ વરસાદી પાણી સંગ્રહના પાણીની ટાંકીનુ કામ ચાલુ હોય જેનો કોન્ટ્રાક ડાડુ નથુભાઈ માડમ અને દેસુર મેરામણ માડમ પાસે હોય જે બન્નેને આ કામ વ્યવસ્થીત કરવા તથા ગુણવતાવાળી મટીરીયલ વાપરવાનુ સરપંચ ખીમા ચાવડા દ્વારા ટકોર કરવામાં આવી હતી, અને જો બન્ને કોન્ટ્રાકટર કામ સરખું નહિ કરે ઉપર રજુઆત કરવાની વાત પણ સરપંચ દ્વારા કરવામાં આવી હતી,,આ બાબત બન્ને કોન્ટ્રાકટરને યોગ્ય ના લાગતા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે સરપંચને માર મારી હાથમાં ફેકચરની ઇજા તેમજ મુઢ ઇજાઓ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસમથકમાં નોંધાઈ છે.