Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નગર પાલિકાના ફરી વખત આવી છે ચર્ચામાં…નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક દ્વારા એક ન્યૂઝ ચેનલના પત્રકારને ધમકી આપવા મામલે આજે જિલ્લાભરના પત્રકારોએ એસ.પી ને આવેદન પાઠવી યોગ્ય તપાસની માંગ કરી છે, દ્વારકા ખાતે ન્યુઝ ચેનલના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા અનીલ લાલને દ્વારકા નગર પાલિકાના પ્રમુખ જીતુભા માણેક દ્વારા ધમકી આપવાના મામલે પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, આજે જિલ્લાભરના પત્રકારો ખંભાલીયા ખાતે એસ.પી કચેરીએ પહોંચી આવેદન આપી પ્રમુખ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી નગર પાલિકા પ્રમુખ જીતુભા માણેક દ્વારા બીજી વખત પત્રકારને ધમકી આપવાનો મામલો સામે આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
જયારે પત્રકાર નગરપાલિકા કચેરી ખાતે સ્ટોરી સંદર્ભે પહોચ્યા ત્યારે ત્યાં જીતુભા પણ હાજર હતો અને અને કોઈપણ કારણોસર જીતુભા ગુસ્સે ભરાયા બાદ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી, ભાજપના દ્વારકાના નગરપાલિકા પ્રમુખ વિરૂદ્ધ યોગ્ય દીશામાં તપાસની માંગ પત્રકારો દ્વારા કરવામાં આવી છે.જો કે પત્રકારો ને ધાકધમકી આપવી કે માર મારવો તે ખુબ જ ગંભીર બાબત લોકશાહીમાં કહી શકાય ત્યારે પત્રકારોની માંગ છે કે પોલીસ આકરા પગલા લઇને તટસ્થ તપાસ કરે.