Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
નવરચિત જિલ્લા દેવભૂમિ દ્વારકાના સૌથી મોટા શહેર અને હેડક્વાટર જામખંભાળીયાની નગરપાલિકા ગેરરીતિઓનો અખાડો બની ગયાનુ ખુદ શાસક પક્ષના અમુકમા ચણભણાટ છે, માત્ર "સ્વ" વિકાસમા રચ્યા પચ્યા રહેતા સતાવાળા પોતાના ફાયદા માટે ગમે તે હદે જાય છે તેવા પણ ખેલ પડે છે અને અખાડા જેવી સ્થિતિઓ જોવા મળે છે, એકાદ બે સુવિધા નાગરીકો માટે જેવી તેવી કરી બાકીમા નબળા કામ કરી મલાઇ માટે કોઇ પણ મલાજો રાખ્યા વગર કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે,. ખંભાળિયા નગરપાલિકામાં ઘણા વર્ષોથી ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવ્યા બાદ પણ ખંભાળિયાના શહેરની પ્રજાના સુખાકારી તેમજ રોજિંદા પ્રશ્નો માટે પણ ભાજપના સતાવાળાઓ નગરજનોની હાડમારી દૂર કરવામાં પીછેહટ કરી રહ્યા છે, ખંભાળિયા નગરપાલિકાનું અણઘડ વહિવટને કારણે તેમજ કોઈ કારણોસર સંકલન મીટિંગ તથા પાર્ટીઓની મીટિંગમાં હોબાળો મચી રહ્યો છે.
-મ્યુ.એક્ટના ઉલાળીયા
નગરપાલિકા માટેના મ્યુનિસપિલ એકટના નિયમ મુજબ વર્ષમાં 4 મીટિંગ ફરજિયાત હોય છે, પરંતુ અત્યાર સુધીના 4 વર્ષમાં 16 મીટિંગને બદલે માત્ર 5 થી 6 મીટિંગ થઇ હોવા નું જાણવા મળે છે. અને અન્યો મીટિંગમાં સતાધારી ભાજપ અંદરો અંદરની લડાઇને કારણે મ્યુનસિપલ એક્ટનો ઉલાળીયો કરી અને ગત ઓક્ટોમ્બર માસની ફરજિયાત જનરલ બોર્ડ બોલાવી ન હતી અને ઘરની ધોરાજી મુજબનો વહિવટ ચલાવતા હોય તથા જનરલ બોર્ડ સંચાલન નીતિરીતી પણ નેવે મુકાઇ ગઇ છે.