Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાષ્ટ્રમા ક્યાક કંઇ ભાંગફોડ પ્રવૃતિ કે ઘુસણખોરી થઇ હોય કે થવાના ઇનપુટસ હોય ત્યારે મહત્વના સ્થળો હાઇએલર્ટ કરવામા આવે છે, પરંતુ ખરેખર હાઇ એલર્ટ હોવાનુ જણાય છે.? તે સવાલ મહત્વનો છે. આવુ અવારનવાર થતુ હોઇ હાલારમા દ્વારકાનુ જગતમંદિર વર્ષમા ચાર થી પાંચ માસ તો હાઇએલર્ટ ઉપર જ હોય છે, પરંતુ દરેક વખતે જોઇએ તો પોલિસ ને પણ ખબર નથી હોતિ કે આપણે એલર્ટ છીએ તેમજ બહારથી આવનાર દરેક અને નગરની પ્રજાને ખબર નથી હોતી કે અહી એલર્ટ છે કે પછી સરકારી કચેરીઓ વચ્ચે ફરતા રહેતા આવી સુચના ના મેલ કે ફેક્સની સંપુર્ણ જાહેરાત નથી કરાતી માટે દરેક ને હાઇ એલર્ટ ની જાણ થતી નથી,.
ખાસ કરીને વારંવાર જગતમંદિર ના એલર્ટને ચેકીંગ કોણ કરે છે? તમામ સીસીટીવી ચાલુ છે? બહાર મુકાતો માલ ચેક થાય છે? કે માત્ર એલર્ટ જાહેર કરીને બેસી જવાય છે અને બધુ રાબેતા મુજબ ચાલતુ રહે છે? તે તમામ તપાસ દરેક મહત્વના સ્થળોએ થવી જ જોઇએ નહી તો એલર્ટ કાગળ ઉપર રહી જશે. કેમ કે તાજેતરમાં અયોધ્યા ચુકાદા વખતે દ્વારકા જગતમંદિરમાં ડીવાયએસપીની સીધી દેખરેખ હેઠળ ચાપતો બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે. તમામ યાત્રીકોનું જગતમંદિરના મુખ્યપ્રવેશ દ્વાર પર કડક ચેકિંગ કરાઇ રહ્યું છે.ડીવાયએસપી તેમજ ત્રણ પીઆઇ અને પીએસઆઇ તેમજ હોમગાર્ડઝના જવાનો સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે….વગૈરે વગેરે જાહેર થયુ હતુ, પરંતુ ત્યારથી અત્યાર સુધીના તમામ ફુટેજ ચેક કરાય તો જ સાચી ખબર પડે કે એલર્ટ વખતે ખરેખર એલર્ટ હતુ કે શિથીલતા હતી? અને આ એલર્ટ ચોવીસેય કલાક હતુ કે માત્ર અમુક વખતે કે અમુક કલાકો જ હતી? વગેરે બાબતો તપાસ ના વિષય છે.