Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામા દ્વારકા પાસેના શિવરાજપુર બીચમા જવાનો ચાંદલો થાય છે, તો સરકાર સમગ્ર ડેવલપમેન્ટ ખર્ચ પ્રજા પાસેથી જ ભેગો કરશે કે શુ? તેમ પ્રવાસીઓમા સવાલ ઉઠ્યો છે, તબક્કાવાર રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે બ્લ્યુ ફ્લેગ બીચ બની રહ્યો છે આમ તો કુદરતી સૌદર્ય જ પુરતુ છે અને તેમા આમ તો છેડ છાડ કરવાની જ જરૂર નથી તેમ છતા એક તો વિકાસના નામે એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયા છે, તે એક તો પર્યાવરણ જતન કરે છે કે નિકંદન તેવા સવાલો તો ઉભા છે, તેવામા આ બીચ ઉપર જવાના ચાર્જથી લોકોને ચાંદલા થઇ રહ્યા છે, પાર્કીંગના ચાર્જ એન્ટ્રીના ચાર્જ મળી રૂપિયા ૧૦૦ ચાર્જ વ્યક્તિએ ભરવો પડે છે, ત્યારે જો એક ફેમીલી હોય કે પાંચ સાત મિત્રો જુદા જુદા વાહનમા જાયતો આ શરૂઆતનો જ ચારસો પાંચસો ખર્ચ થઇ જાય અને નાસ્તો કરે કંઇ ખરીદી કરે તો તે ચાર્જ અલગ થાય છે,..આ સંજોગોમા આ બીચ તો જવુ હોય તો ખર્ચનુ ઘર છે તો સામાન્ય માણસો વારંવાર જવુ હોય તો જઇ ન શકે તેવી સ્થિતિ છે.