mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજકાલ મોબાઈલમા વિવિધ ગેમ્સ રમવાનું લોકોને ઘેલું લાગ્યું છે,એવામા ખંભાળિયા રેલ્વેસ્ટેશન નજીક મોબાઈલમાં એપ્લીકેશન મારફત લૂડો ગેમ પર પૈસાની હારજીત કરી રહેલા ત્રણ ડ્રાઈવરો પ્રકાશ ગૌસ્વામી,પરેશ જોશી અને દેવુભાઇ કારિયા નામના ત્રણેય ને પોલીસે એક મોબાઈલ ફોન સહિત ૪૫૯૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી છે.
મોબાઈલમા ગેઇમ ડાઉનલોડ કર્યા બાદ તેના પર આ રીતે હારજીત થવી અને તેમાં પણ પોલીસ દ્વારા મોકે ચોકો લોકોને પણ થોડું નવાઈ પમાડનારું લાગી રહ્યું છે.