mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળીયામાં છેલ્લા કેટલાક દિવસોથી મામલતદાર ચિંતન વૈષ્ણવ ને લઈને ભારે વાદવિવાદ ચાલી રહ્યો હતો,અને કોઈ મામલતદારની તરફેણમાં તો કોઈ તેની વિરુદ્ધમાં હોવાનું સામે આવ્યું હતું,અને તેવામાં મામલતદારે પોતે પણ પોતાના પર હુમલો થવો પગાર ન થવા સહિતના આક્ષેપો પણ કર્યા હતા,એવામાં આજે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ ની મામલતદાર ડીઝાસ્ટર દાહોદ તરીકે બદલી નો અંતે હુકમ કરવામા આવ્યો છે.
વૈષ્ણવની ખાલી પડતી જગ્યા પર રાજકોટ ના ચૂંટણી શાખામાં ફરજ બજાવતા મામલતદાર કે.એમ.કથીરીયા ને મુકવામાં આવ્યા છે.
























































