mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા આમ બને જીલ્લાઓમા આ વર્ષ ચોમાસાની ઋતુમાં ખુબ જ ઓછો અને અનિયમિત વરસાદ પડતા દુષ્કાળ ના ડાકલા બને જિલ્લાઓમાં વાગી રહ્યા છે,ત્યારે તાજેતરમાં જ જામનગરના સાંસદ પુનમબેન માડમએ પણ પોતાના સંસદીયમતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને રૂબરૂ અને પત્ર લખીને જાણ પણ કરી છે,
બને જિલ્લાઓમાં કેટલાય જળાશયો એવા છે કે જેમાં કા તો પૂરતું પાણી જ નથી અને કા તો અત્યારથી જ તળિયા દેખાવવા લાગ્યા છે,એવામાં પાણી,પશુઓને ઘાસચારા સહિત અછતના પ્રશ્નો આગામી દિવસોમાં વધુ જટિલ બનશે,
એવામાં દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયા ના બેહગામના ખેડૂત એ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે,બેહગામે વરસાદ સારો થયો નથી અને પોતાના ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીતીએ કરમણભાઈ હરગાણી નામના ૫૪ વર્ષીય વૃદ્ધ ખેડૂત એ પોતાની વાડી એ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા તેમના પુત્રની જાહેરાત ને આધારે ખંભાળિયા પોલીસે આ મામલમાં વધુ તપાસ હાથ ધરી છે.