mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જામનગર ખંભાળિયા હાઈવે પર ઝાખર ગામ આવેલ છે..અને આ ગામ આસપાસ ખાનગી રિફાઈનરી પણ આવેલ છે..હમણાં હમણાં બે દિવસ થી આ પંથકમાં વરસાદ તો થઇ રહ્યો છે..પણ આ વિસ્તારમાં આવેલ એક ખાનગી રિફાઈનરી દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલ જેવું કદળા વાળું પાણી છોડી રહી હોવાનો મામલો સામે આવ્યો છે..
ખાનગી કંપની દ્વારા આ રીતે પાણી છોડવામાં આવતા ઝાખર સહીત આસપાસના ગામ લોકોનો બોર,કુવા,ખેતીમા નુકશાન તો થઇ જ રહ્યું છે..સાથે જ દરિયાઈ જીવસૃષ્ટી ને પણ નુકશાન થઇ રહ્યાનો કેટલાક સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે..
ત્યારે તંત્ર દ્વારા આ રીતે ખુલ્લામાં વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી છોડનાર ખાનગી કંપની સામે પગલા લેવામાં આવે તેવી માંગ અહીના કેટલાક સ્થાનિકો કરી રહ્યા છે..