દેવભૂમિદ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયાની ભાજપશાશિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની અઢીવર્ષની ટર્મ પૂર્ણ થતા આજે નવા હોદેદારો માટેની ચુંટણીયોજવા માટે ચુંટણી અધિકારી દ્વારા તારીખ ૧ જુન ૨૦૧૮ ના રોજ એકપત્ર મારફત જાહેર કરવામાં આવી હતી..જેમાં તારીખ ૧૪ જુન ૨૦૧૮ ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે આ ચુંટણી યોજાશે તેવું દર્શાવવામાં આવ્યું હતું…પરંતુ વિપક્ષ કોંગ્રેસને આજે આ બાબત ધ્યાને આવી કે તારીખ ૧૪ જુન ના રોજ બુધવાર નહિ પણ ગુરુવાર છે..તેથી તંત્ર દ્વારા સભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવી રહેલ હોય તેથી લેખિતમા તંત્રની આ ભૂલ બાબતે જવાબ આપવા અને ચુંટણી મોકૂફ રાખવા ચુંટણીઅધિકારી ને કોંગ્રેસ દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી.
જે બાદ વિપક્ષકોંગ્રેસ દ્વારા આ મામલે યોગ્ય થવાની માંગ કરતાં તંત્ર દ્વારા શહેરકોંગ્રેસ પ્રમુખને સંબોધીને શરતચૂકથી બુધવાર લખવામાં આવ્યું હોવાનો સ્વીકાર કરતાં વિપક્ષ ના સભ્યો એ શરતચૂક થઇ હોય અને સભ્યો ગેરમાર્ગે દોરાયા હોવાથી આજે યોજાનાર ચુંટણી પ્રક્રીયા મોકૂફ રાખવાની માંગ કરતાં તંત્ર દ્વારા ચુંટણીની તારીખમાં ફેરફાર ના કરવાનો નિર્ણય જાહેર કરતાં જ કોંગી સભ્યો એ સભાખંડમાં રામધૂન બોલાવી અને વોકઆઉટ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો..તંત્રની ભૂલ અને કોંગ્રેસના વિરોધ વચ્ચે આજે ભાજપશાશિત નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્વેતાબેન શુક્લ ઉપપ્રમુખ પેથાભાઈ પતાણી,કારોબારી ચેરમેન દીપેશ ગોકાણી,પક્ષના નેતા હંસાબા જેઠવા,દંડક કંચનબેન નડીયાપરાની વરણી પક્ષ દ્વારા કરવામાં આવી છે..