આપણે ત્યાં ખેડૂતોને જગતનો તાત કહેવાય છે..પણ જગત આખાનું પેટ ભરનાર આ તાતની હાલત દિનપ્રતિદિન રાજ્યમાં ખરાબ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે..કોઈક વખત અપૂરતો વરસાદ તો કોઈક વખત પૂરતા ભાવો ના મળવા,પાક વીમા ના મળવા,વેચાણ કરેલ જણસો ના સમયસર નાણા ના મળવા તો કોઈક વખત કોઈ ગામોની આસપાસ સ્થપાતી ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતો પર ની જો હુકમી જગતના તાતને કઈ દિશા તરફ લઇ જઈ રહી છે..તેનો તાગ મેળવવો મુશ્કેલ થઇ રહ્યો છે..
આવું જ થયું છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાતાલુકાના કુરંગા નજીક સ્થાપિત થઇ રહેલ RSPL કંપની દ્વારા આ કંપની પણ હવે પોતાની જોહુકમી પર ઉતરી આવતા આજે આ વિસ્તારમાં કંપનીને લઈને સમસ્યાઓ નો સામનો કરી રહેલ સ્થાનિકો અને ખેડૂતો એ પ્રાંતઅધિકારી દ્વારકા ને આપેલ આવેદનપત્ર અક્ષરશઃ આ પ્રમાણે છે…
અમો ખેડૂતો કુરંગા ગામના રહેવાસી છીએ અમારી બે હાથ જોડી આપશ્રી ને વિનંતી છે કે RSPL કંપનીદ્વારા સ્થાનિક ખેડૂતોને યેનકેન પ્રકારે તેમની માલિકીની જમીન પચાવી પાડવા ખેડૂતોને પારવાર તકલીફ અપાઈ રહી છે..કુરંગા ખાતે આવેલી RSPL કંપની ઘડી ડિટર્જન્ટ દ્વારા કંપનીની હદમાં અમારી ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે..ઘડી કંપની દ્વારા અમો ખેડૂતોને પ્રવેશ આપવામા બંદુકની અણીએ દાદાગીરી કરે છે..ખેડૂતોને પોતાને ખેતરે જવાના આંતરિક રસ્તા અને રાજમાર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે..ત્યારે ઘડી કંપની દ્વારા ખેડૂતોની જમીન પચાવી પાડવા યેનકેન પ્રકારે ખેડૂતોને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે.ખેડૂતો દ્વારા આ બાબતે અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરેલી છે..ખેડૂતો માટે આવી મોટા ગજાની કંપની સામે લડવું અને ટકી રહેવું અશકય છે..ખેડૂતો પોતાના ખેતરોમાં વાવી નથી શકતા અને અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ખેડૂતો આપની પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે..RSPL કંપની ઘડી કંપની દ્વારા ખેડૂતો પર સામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવામાં આવી રહી હોય જગતનો તાત બસ એક આપની પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે..આપ હવે કાયદા અન્વયે આ કંપની વિરુદ્ધ યોગ્ય પગલા ભરો એવી અમારી નમ્ર વિનંતી છે..દેવભૂમિ જેવી પવિત્ર નગરીમાં ખેડૂતો પર જયારે આટલા અત્યાચાર થઇ રહ્યા હોય ત્યારે ખેડૂતોના હિતની સરકાર છે ત્યારે આ બાબતે ખેડૂતોની વ્યથા સાંભળો એવી અમારી આપણે વિનંતી છે
આપ શ્રી દ્વારા નીચે મુજબના મુદે ખેડૂતોને ન્યાય મળે તેવી આપશ્રી પાસે આશા રાખી રહ્યા છીએ.ગુજરાતમાં હાલ ખેડૂતો માટે આટલી સંવેદનશીલ સરકાર હોય ત્યારે કુરંગા વિસ્તારના ખેડૂતો પર થઇ રહેલા કંપની દ્વારા આવા અત્યાચાર થી સરકારની સ્પષ્ટ છબીને કલંક લાગી રહ્યો છે.ત્યારે આ બાબત નીચે મુજબ ના આ તમામ મુદા સાથે યોગ્ય કાર્યવાહી કરવા આપશ્રી ને નમ્ર વિનંતી
મુદાઓ
૦૧-કુરંગા ઘડી કંપનીની હદમાં આવેલ ખેડૂતોની જમીનમાં જવાના તમામ આંતરિક રસ્તા ખુલ્લા કરાવવા
૦૨-કુરંગા તેમજ ગોજી,ભોગાત,ભાટવાડિયા,ગોકલપર,ભાટિયા સહિતના આસપાસના ગામના બેરોજગાર યુવકોને પ્રથામિકતા આપી રોજગારી પૂરી પાડવી
૦૩-કુરંગા ગામને તમામ પ્રાથમિક સુવિધા તાત્કાલિક અસરથી પૂરી પાડવી
૦૪-કુરંગા ગોજી રાજમાર્ગને ખુલ્લો કરાવવો
૦૫-સસ્તા ભાવે ગયેલી ખેડૂતોની જમીનોને અત્યારના ભાવ મુજબ યોગ્ય વળતર આપવું
લી.આપના ભરોષે,ખેડૂતપુત્રો
કંપનીની જોહુકમી અંગે ખેડૂતો ની વ્યથારૂપી આવેદનની રજૂઆત અંગે હવે તંત્ર કેવા પગલા ભરે છે..તે આવનાર સમયમાં જોવાનું રહ્યું.