• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરના ટ્રસ્ટોમાં વિદેશોમાંથી કેટલું નાણું, દાન સ્વરૂપે ઠલવાય છે  ?? 

My Samachar by My Samachar
November 23, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગરના ટ્રસ્ટોમાં વિદેશોમાંથી કેટલું નાણું, દાન સ્વરૂપે ઠલવાય છે  ?? 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ટ્રસ્ટ એટલે વિશ્વાસ અથવા ભરોસો. સમાજમાં અસંખ્ય ટ્રસ્ટ કાર્યરત હોય છે, જે પૈકી મોટાભાગના ટ્રસ્ટ સમાજોપયોગી એટલે કે કલ્યાણકારી પ્રવૃતિઓ ચલાવતાં હોય છે અને માણસની જિંદગીને બહેતર બનાવી સમાજમાં સારપની ખુશ્બો પ્રસરાવતાં હોય છે. પરંતુ ટ્રસ્ટના સંચાલનમાં નાણાંની ભૂમિકાઓ મુખ્ય હોવાથી તેમાં અનિયમિતતાઓ અથવા ગેરરીતિઓની પણ શકયતાઓ મૌજૂદ હોય છે. આવું ન બને તે માટે તમામ ટ્રસ્ટ પર સરકારની બાજનજર હોવી આવશ્યક છે, પરંતુ હકીકત શું હોય છે  ?! તે જાણવું પણ જરૂરી છે.  

એક કાચા અંદાજ અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં આશરે 6,000 જેટલાં વિવિધ પ્રકારના ટ્રસ્ટ નોંધાયેલા છે. આ તમામ ટ્રસ્ટ શું પ્રવૃતિઓ કરે છે  ? તેઓની આવકના સ્ત્રોત શું છે  ? તેઓના હિસાબો શું હોય છે  ? આ ટ્રસ્ટોમાં વિદેશોમાંથી કેટલાં રૂપિયા દાન સ્વરૂપે આવી રહ્યા છે  ? વગેરે બાબતો સમાચારના રૂપમાં વાચકો સુધી પહોંચાડવા Mysamachar.in દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Mysamachar.in દ્વારા જામનગરની ટ્રસ્ટ નોંધણી કચેરીને લેખિતમાં પૂછવામાં આવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટો પૈકી એવા ટ્રસ્ટોની યાદી આપવામાં આવે જે ટ્રસ્ટો વિદેશોમાંથી ફંડ એટલે કે દાન પ્રાપ્ત કરતાં હોય.  

અચરજની વાત એ છે કે, જામનગર ટ્રસ્ટ નોંધણી કચેરી પાસે આવી કોઈ અલગથી યાદી નથી  ! એવું ખુદ આ કચેરીએ Mysamachar.inને જણાવ્યું છે. આ ટ્રસ્ટ નોંધણી કચેરીને ધારો કે વડી કચેરીએથી આ વિગતો પૂછવામાં આવે તો, કચેરીએ એક એક ટ્રસ્ટના હિસાબો તપાસવા પડે!! જામનગર શહેર અને જિલ્લાના નોંધાયેલા ટ્રસ્ટોમાં દર વર્ષે વિદેશોમાંથી કેટલું નાણું ઠલવાઈ રહ્યું છે ? અત્યાર સુધીમાં આવેલાં કુલ નાણાંનો હિસાબ, આ નાણાંનો કયાં, શું ઉપયોગ થયો  ? નાણું યોગ્ય પદ્ધતિએ આવ્યું છે કે કેમ  ? નાણાંનો ઉપયોગ મિલકતોની ખરીદીઓમાં થયો છે કે કેમ  ? વગેરે પ્રકારની કોઈ જ વિગતો આ સરકારી કચેરી પાસે અલગથી, હાજરમાં નથી  !!

આ તમામ કરોડો રૂપિયાના હિસાબો નિયમિત રીતે ઓડિટ થાય છે કે કેમ  ? આ સંદર્ભમાં કેટલાં ટ્રસ્ટોને નોટિસ આપવામાં આવી.? અથવા પૂછપરછ કરવામાં આવી  ?! વગેરે કોઈ જ વિગતો ટ્રસ્ટ નોંધણી કચેરી પાસે અલગથી ઉપલબ્ધ નથી  !! આ સ્થિતિમાં વડી કચેરી જામનગરની કચેરીની વાર્ષિક કામગીરીઓની સમીક્ષા કેવી રીતે કરતી હશે  ?! સમગ્ર રાજયમાં આવું ચાલતું હશે  ?! આ આખી પ્રોસેસમાં ક્યારેય કોઈ અનિયમિતતાઓ કે ગેરરીતિઓ ઝડપાઈ છે કે કેમ  ?! તે વિગતો પણ ક્યારેય જાહેર થતી નથી  ! બધું વ્યવસ્થિત ચાલે છે એમ માની લેવું  ? કે જે ચાલી રહ્યું છે એમાં અંદર ઘણું બધું ચાલી રહ્યું હોય શકે, એમ માની લેવું  ?! એ પણ પ્રશ્ન લેખી શકાય.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

July 4, 2025
લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

July 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®