Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના પટેલનગર વિસ્તારમાં વર્ષ 2014માં એક હત્યાની ઘટના સામે આવતા આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં પત્નીની હત્યા નિપજાવવાના ગુન્હામાં આરોપી પતિને તકસીરવાન ઠેરવી અને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત પર નજર કરવામાં આવે તો વર્ષ 2014માં શહેરના પટેલનગરમાં વસવાટ કરતા ગીરીશ વાલજીભાઈ પરમાર નામના વ્યક્તિએ તેની પત્ની નીતાબેન પાસેથી નાસ્તો માંગતા નીતાબેને ગાળ આપી નાસ્તો નહી આપતા ઉશ્કેરાઈ ગયેલા પતિ ગિરીશે પોતાનીની પત્નીને દુપટ્ટા વડે ગળેટુપો આપી દઈ હત્યા નીપજાવી હતી જેમાં પરિવારના અન્ય બે સભ્યોએ પણ મદદગારી કરી હતી આ કેસ જામનગર કોર્ટમાં ચાલી જતા કેસમાં સરકારપક્ષે જુદા જુદા સાક્ષીઓ તપાસવામાં આવેલ જેના આધારે પતિ ગીરીશ વાલજી પરમારને કોર્ટે આજીવન કેદની સજા જયારે આ ગુન્હામાં મદદગારી કરનાર અન્ય એક ને નિર્દોષ જયારે એકનું અવસાન થયું છે.આ કેસમાં એ ડીવીઝનના તત્કાલીન પી.આઈ.એમ.વી.બતુલ તપાસનીશ અધિકારી હતા, તો કેસમાં સરકાર પક્ષે એડવોકેટ રાજેશ રાવલ અને મૂળ ફરિયાદી પક્ષે એચ.ડી.જોશી રોકાયેલ હતા.


























































