Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં ફરી છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, તંત્ર પણ આ મામલે સજાગ છે, અને જરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે કલેક્ટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાને લઇ જી.જી. હોસ્પિટલ ખાતે વોર્ડની સુવિધાઓ, આવશ્યક દવાઓ વગેરે બાબતો હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અને જરૂરી માહિતી સુવિધાઓ અંગેની મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી, ડીન નંદિની દેસાઈ, કોરોનાના નોડલ ડોકટર એસ.એસ.ચેટરજી, ડોક્ટર મનીષ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.