Mysamachar.in-જામનગર
કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર થતા રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે જામનગર આરટીઓ કચેરી પણ બંધ કરી દેવામાં આવી હતી પણ આજે 75 દિવસ બાદ પહેલાની જેમ જ જામનગર આરટીઓ કચેરી સરકારના કોવીડ 19 ના નિયમોના ચુસ્તપાલન સાથે શરુ કરી દેવામાં આવી છે, જામનગર આરટીઓ અધિકારી જે.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કચેરીમાં અરજદારોના કામ પડતર ના રહે અને સોશ્યલ ડિસ્ટન્સ સહીતના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે પ્રમાણેની તમામ વ્યવસ્થાઓ કચેરી ખાતે ગોઠવવામાં આવી છે, કચેરીમાં પ્રવેશ કરનાર સ્ટાફ અને અરજદારોનું થર્મલ ગન દ્વારા સ્ક્રીનીગ, હેન્ડ સેનેટાઈઝ અને સોશ્યલ ડિસ્ટન્સ આમ આવી તમામ પ્રકારની તકેદારીઓ અને સરકારની ગાઈડલાઈન સાથે આજથી અરજદારો આરટીઓ કચેરીના પોતાના કામો છે તે કરાવવા માટે આરટીઓ કચેરી ખાતે પહોચી રહ્યા છે.


























































